ખાસ ખબર માં અહેવાલ બાદ…
તાલાલા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેના સાસણ રોડ ઉપર ઠેર ઠેર પડી ગયેલ ગાબડાની તુરંત મરામત કરી પ્રજાની મુશ્કેલી દુર કરવા પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલો નો પડઘો પડયો છે. શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેના સાસણ રોડ ઉપર સરદાર ચોકથી ખાંડ ફેક્ટરી સુધીની મરામત કામગીરી શરૂ થઈ છે.માર્ગ ઉપર ઠેર ઠેર પડી ગયેલ મોટા મોટા ખાડા બુરી જેસીબી થી માર્ગનું લેવલ સાથે જરૂરી તમામ મરામત થઈ જતાં આ માર્ગ ઉપર થી પસાર થતા રાહદારીઓ તથા પ્રજાને ખુબ જ રાહત મળી છે.
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.17માં ગેરકાયદે દબાણ દુર કરાયું
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 3,500 ચો.મી. જમીનમાં થયેલા દબાણ દુર કરી અંદાજે રૂ.18 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
- Advertisement -
મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની સૂચના અનુસાર નાયબ કમિશનર એચ.આર. પટેલ તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.02/08/2024ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.17માં ઘનશ્યામ નગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ), એફ.પી.નં. 253 (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.) હેતુના અનામત પ્લોટની કુલ જમીન ચો.મી. 25,159માં થયેલ ગેરકાયદેસર બાંધકામ પૈકી અંદાજે 3,500 ચો.મી. જમીનમાં તાજેતરમાં થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરી, અંદાજે 18 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, એ.એન.સી.ડી. વિભાગ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતાં.