તબલા નવાઝ લયના બ્રહ્માંડમાં વિલીન : સંગીત જગતમાં આઘાત – ઘેરો શોક
તબલા મેસ્ટ્રો પદ્મ વિભૂષણ ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી બૉલીવુડમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે. અમિતાભ બચ્ચન સહિત અન્ય હસ્તીઓએ પણ વ્યક્ત કર્યો શોક.
- Advertisement -
સિનિયર બચ્ચને આપી શ્રધ્ધાંજલિ
અમિતાભ બચ્ચને ટ્વિટર (X) પર લખ્યું , ” T 5224 – એક ખૂબ દુખદ દિવસ,..” અને તેમના બ્લોગ પર ઝાકિર હુસૈનને શ્રધ્ધાંજલિ આપતા લખ્યું, ” એક પ્રતિભા, એક બેજોડ ઉસ્તાદ, એ અપૂર્ણ ક્ષતિ.. ઝાકિર હુસૈન.. અમને છોડીને ચાલ્યા ગયા”
કરીના કપૂર અને મલાઇકા અરોરાએ પણ વ્યક્ત કર્યો શોક
- Advertisement -
અનૂપ જલોટાએ કહ્યું સંગીતને મોટું નુકસાન
ભજન સમ્રાટ અનુપ જલોટાએ વીડિયો શેર કરીને ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “સંગીત જગત માટે એક મોટી ખોટ, ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે નથી રહ્યા. માત્ર બે કલાક પહેલા જ મને ખબર પડી કે તેમની તબિયત ખૂબ જ ખરાબ છે, તેઓ નાજુક છે. તેમના જવાથી મને ખૂબ જ દુઃખ છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારને આ દુઃખ સામે લડવાની શક્તિ આપો.”
રિતેશ દેશમુખે પણ વ્યક્ત કર્યો શોક
રિતેશ દેશમુખે લખ્યું કે , “ઝાકિર હુસૈન સાહબની અપુરતી ખોટ ભારત અને વૈશ્વિક સંગીત સમુદાય માટે એક મોટો ફટકો છે. સર, તમારું સંગીત એક ભેટ હતી, એક ખજાનો જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તમારો વારસો હંમેશ માટે જીવંત રહેશે.મહાન ઝાકિર હુસૈન સાહબના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના.”
2023માં પદ્મ વિભૂષણ અને ત્રણ-ગ્રેમી એવોર્ડ વિજેતા પણ રહ્યા
12 વર્ષની ઉંમરે તેમને 5 રૂપિયા મળ્યા, જેની કિંમત સૌથી વધુ હતી
ઝાકિર હુસૈન જ્યારે 12 વર્ષના હતા ત્યારે તે તેમના પિતા સાથે કોન્સર્ટમાં ગયા હતા. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લાહ ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજ જેવા સંગીતના દિગ્ગજોએ તે કોન્સર્ટમાં હાજરી આપી હતી. ઝાકિર હુસૈન તેમના પિતા સાથે સ્ટેજ પર ગયા હતા. પ્રદર્શન પૂરું થયા બાદ ઝાકિરને 5 રૂપિયા મળ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું- મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ તે 5 રૂપિયા સૌથી કિંમતી હતા.
વ્હાઈટ હાઉસના ગ્લોબલ કોન્સર્ટમાં આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર
ઝાકિર હુસૈનનું વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા દ્વારા પણ સન્માન કરવામાં આવતું હતું. 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસૈન આ આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા.