પખાવજ વાદક દિનેશ પ્રસાદ સોમવારે મહિન્દ્રા સંતકદા ફેસ્ટિવલ સફેદ બરાદરી ખાતે તાલ વદ્ય કાર્યક્રમમાં પખાવાજ વગાડી રહ્યા હતા ત્યારે અચાનક એમને હાર્ટ અટેક આવતા નિધન થયું હતું.
ઉતર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત સનતકદા ફેસ્ટિવલમાં સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ કઇંક એવી ઘટના બની કે લોકો સ્તબ્ધ રહી ગયા હતા. જણાવી દઈએ કે ત્યાં આયોજિત ચાલુ કાર્યક્રમ દરમિયાન વાદ્ય વગાડતા પ્રખ્યાત પખાવજ વાદક દિનેશ પ્રસાદ મિશ્રને હાર્ટ એટેક આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે દિનેશ પ્રસાદ મિશ્રને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.
- Advertisement -
દિનેશ પ્રસાદની ગણતરી પખાવાજ વગાડનારા થોડા પ્રખ્યાત પસંદગીના કલાકારોમાં થાય છે. જો કે ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં કોઈ જાણતું ન હતું કે જે કલાકારને તે વાદ્ય વગાડતા સાંભળી રહ્યા છે તે આ રીતે દુનિયા છોડી જશે. મળતી માહિતી મુજબ પખાવજ વાદક દિનેશ પ્રસાદ સોમવારે મહિન્દ્રા સંતકદા ફેસ્ટિવલ સફેદ બરાદરી ખાતે તાલ વદ્ય કાર્યક્રમમાં પખાવાજ વગાડી રહ્યા હતા.
કાર્યક્રમમાં પખાવજ વગાડતા સમયે જ એમને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે એ બાદ આયોજકો તેને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લઈ ગયા હતા જ્યાં દિનેશ પ્રસાદને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. જણાવી દઈએ કે મૂળ મથુરાના રહેવાસી દિનેશ મિશ્રા લગભગ 68 વર્ષના હતા.
પખાવાજ વાદક દિનેશ મિશ્રાના અંતિમ સંસ્કાર આલમબાગના સ્મશાન ભૂમિમાં પરિવારના સભ્યો દ્વારા વિધિ અને નિયમો અનુસાર કરવામાં આવશે.
- Advertisement -
આ સાથે જ તમને જણાવી દઈએ કે દિનેશ મિશ્રાને SNA એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ પખાવાજ વાદકની સાથે સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા. નોંધનીય છે કે પંડિત દિનેશ હાલ દેવપુર પરા ખાતે પરિવાર સાથે રહેતા હતા અને તેમના પિતા પં. બાબુ લાલ પણ મથુરાના પખાવાજ વાદક હતા સાથે જ તેઓ BHU માં પખાવાજ વાદકના શિક્ષક હતા. પંડિત દિનેશે પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી જ મેળવ્યું હતું.