ગ્રામીણ અર્થવ્યવસ્થાના અગ્રણી નિષ્ણાત અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર અભિજિત સેનનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું.
ગ્રામીણ અર્થવ્યવસ્થાના અગ્રણી નિષ્ણાત અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર અભિજિત સેનનું લાંબી માંદગી બાદ સોમવારે રાત્રે નિધન થયું હતું.
- Advertisement -
તેઓની ઉંમર 72 વર્ષ હતી. અને તેઓ લાંબા સમયથી માંદગીથી પીડાતા હતા. હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, આ દુઃખદ સમાચાર તેઓના ભાઈએ આપ્યા હતા. ચાર દાયકાથી વધુની તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું છે.
તેઓનો જન્મ નવી દિલ્હીમાં રહેતા એક્ બંગાળી પરિવારમાં થયો હતો. તતેમણે 1981 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં Phd કર્યું હતું. ત્યાં તેઓ ટ્રીનીટી હોલનાં સભ્ય પણ હતા.
Economist and former Planning Commission member Abhijit Sen passes away, his brother says
- Advertisement -
— Press Trust of India (@PTI_News) August 30, 2022
JNU માં અધ્યાપન કરતાં હતા
અભિજિત સેન 1985માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભણાવતા હતા, જ્યાં તેઓ ઇકોનોમિક્સનો અભ્યાસ શીખવતા હતા. ત્યારબાદ તેમણે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને એસેક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ 2004-2014 સુધી આયોજન પંચના સભ્ય અને 1997-2000 કૃષિ ખર્ચ અને કિંમતો પરના કમિશનના અધ્યક્ષ હતા.