મુખ્ય રસ્તા પર દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા વકરી, વેપારીઓને ધંધામાં પણ નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા સહિતની બજારોમાં રોડ પર લારી અને પાથરણાવાળાઓએ અડ્ડો જમાવી દીધો છે. જેના લીધે બજારોમાં આવેલી દુકાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય બજારો પર ગેરકાયદે દબાણ કરી જૂની વસ્તુઓનું વેપાર કરતા દુકાનોના વેપારીઓને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને ધ રાજકોટ વ્હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિયેશને મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. અરજી પ્રમાણે વેપારીઓએ રજૂઆત કરી છે કે, મેઈન રોડ પર દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રાહદારીઓ અને દબાણકર્તા વચ્ચે ઝઘડા થતા વેપારમાં ઘણો ફરક પડ્યો છે.