6160 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવતું મનપા તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં. 16ના દેવપરા મેઈન રોડ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટી.પી. સ્કીમ નં.6 (રાજકોટ), એફ.પી.181 (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.) દેવપરા પરા મેઈન રોડ, જંગલેશ્ર્વર પાસે આવેલા 17-કાચા-પાકા ઝુંપડા, ભંગારનો શેડ 3460.00 ચો.મી. જેની કિંમત 8,65,00,000/- થાય છે તથા ટી.પી. સ્કીમ નં.6 (રાજકોટ), એફ.પી.185, (વાણિજ્ય વેંચાણ) દેવપરા પરા મેઈન રોડ, જંગલેશ્વર પાસે આવેલ 25 કાચા-પાકા ઝુંપડા હટાવવામાં આવ્યા તથા સર્વિસ સ્ટેશન, પતરાનો શેડ 2700.00 ચો.મી. જેની કિંમત 6,75,00,000/- થાય છે આમ કુલ 6160.00 ચો.મી. 15,40,00,000/-ની કિંમતની જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા, એ.એન.સી.ડી. શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.