હવે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી થ્રોબૅક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે પોતાના લગ્નની વર્ષગાંઠની તારીખ યાદ રાખવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. અજય દેવગણ, જે આ વર્ષે કાજોલ સાથે તેની 23મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરશે, તે કોફી વિથ કરણમાં તેમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. અજય અને કાજોલના લગ્ન 1999માં થયા હતા અને આ વર્ષે, બોલિવૂડનું પાવર કપલ 24મી ફેબ્રુઆરીના રોજ 23 વર્ષની ઉજવણી કરશે.
બૉલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન પોતાના અંદાજ માટે ચર્ચામાં રહેતો હોય છે. તે ઘણીવાર પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફ સાથે જોડાયેલા અપડેટ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરતો રહે છે. હવે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી થ્રોબૅક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે પોતાના લગ્નની વર્ષગાંઠની તારીખ યાદ રાખવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. પણ આ વખતે તેણે પોતાના લગ્નની વર્ષગાંઠ યાદ રાખવા માટે ખાસ ઇંતેજામ કર્યા છે અને દાવો કરતા જણાવ્યું કે તે આ વખતે પોતાના લગ્નની વર્ષગાંઠ નહીં ભૂલે.
- Advertisement -
https://www.instagram.com/p/CaQ71tMpU9u/
સેટ કર્યું રિમાઇન્ડર
અભિનેતાએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરોનો એક કૉલાજ શૅર કર્યો છે, જેમાં બે અલગ તસવીરો દેખાઈ રહી છે. પહેલી તસવીરમાં અભિનેતા પોતાના લગ્નની સાલગિરહની તારીખ યાદ કરવાનો પ્રયત્ન કરે છે અને અમુક તારીખો જણાવે છે, જ્યારે બીજી તસવીરમાં તેની પત્ની કાજોલ હસે છે ત્યારે તે પોતાના લગ્નની યોગ્ય તારીખ જણાવે છે. જેના પર લખ્યું છે, 24 ફેબ્રુઆરી 1999.
- Advertisement -
`ઇસ બાર નહીં ભૂલુંગા`
જણાવવાનું કે, આ સ્ટાર કપલ ફેમસ ટૉક શૉ કૉફી વિદ કરણ સીઝનમાં આવ્યું હતું, જ્યાં અભિનેતાને કરણ જોહરે તેની વેડિંગ એનિવર્સરી વિશે પ્રશ્ન પૂછ્યો. જે તે ભૂલી ગયો હતો અને અભિનેત્રીએ તેને યાદ અપાવી હતી. પણ આ વખતે તેણે પોતાની પત્નીને મેરેજ એનિવર્સરી વિશ કરવા માટે પૂરી પ્લાનિં કરતા આ તસવીરનો સ્ક્રીનશૉટ લઈને રિમાઇન્ડર સેટ કરી લીધો છે. સાથે જ તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ આ તસવીર શૅર કરી છે, “ઇસ બાર નહીં ભૂલુંગા.”
અજય દેવગનનું વર્કફ્રન્ટ
અજય દેવગનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તે બૅક-ટૂ-બૅક અનેક ફિલ્મોમાં દેખાવાનો છે. અભિનેતા ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ `ગંગૂબાઈ કાઠિયાવાડી`માં દેખાવાનો છે. આ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ મુખ્ય પાત્રમાં જોવા મળવાની છે. ફિલ્મ અજય દેવગન કેમિયો કરી રહ્યો છે. આ સિવાય તે બાહુબલી નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ `આરઆરઆર`માં પણ કેમિયો રોલમાં દેખાવાનો છે. સાથે અભિનેતા `રન-વે 34`, `મેદાન`, `રેડ 2`, `થેન્ક ગૉડ`, જેવી મોટી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે.