ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સંતો, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
તારીખ 6 ઓગસ્ટ, 2025 ના રોજ વાંકાનેરના શ્રી રામ કોમ્પ્લેક્સ, માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમીની રથયાત્રા અને ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ઉપલક્ષ્યમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભાનું અધ્યક્ષપદ હિંદુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સંભાળ્યું હતું.
- Advertisement -
આ ધર્મસભામાં વિવિધ જગ્યાના મહંતો, જેમ કે મેસરીયાથી મગનીરામબાપુ, માટેલ જગ્યાના વિશાલબાપુ, વસુંધરા ઠાકર બાપા જગ્યાના ભરત ભગત, નાગાબાવાની જગ્યાના મહંત ખુશાલગીરી ગોસ્વામી, તેમજ અન્ય મંદિરના મહંતો અને ભુવાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા, જેમાં વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, તાલુકા પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અને મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકાના દરેક ગામમાંથી આવેલા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમણે ઉત્સાહપૂર્વક આ ધાર્મિક ઉજવણીમાં ભાગ લીધો હતો.