સક્રિય કેસની સંખ્યા 40 હજારથી ઘટી
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,962 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 7,873 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ ઉપરાંત સક્રિય કેસ 40,177થી ઘટીને 36,244 પર આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 3,962 કેસ નોંધાયા છે. જોકે આ આંકડો ગઈકાલે આવેલા કોરોનાના દર્દીઓ કરતા થોડો વધારે છે. ગઈકાલે નવા કોરોના દર્દીઓનો આંકડો 3,720 હતો. ગઈકાલે દેશભરમાં કુલ સક્રિય કેસ 40,177 હતા જે હવે આંકડો 40 હજારથી નીચે પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 36,244 રહ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,873 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,43,92,828 થઈ ગઈ છે. દેશમાં કુલ સક્રિય કેસ 0.08 ટકા છે અને રિકવરી રેટ 98.73 ટકા છે. બીજી તરફ દૈનિક પોઝિટિવ દર 2.17 ટકા છે અને સાપ્તાહિક દર 3.13 ટકા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 92.72 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 1,82,294 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર મૃત્યુ દર 1.18 ટકા નોંધવામાં આવ્યો છે.