– 4000 ભારતીય વિદ્યાર્થી રશિયા, સર્બિયા, ઉઝબેકિસ્તાન પહોંચ્યા
રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થી અભ્યાસ અધુરો છોડી દેશ પરત ફર્યા હતા એ દ્રશ્યો હજુ બધાંને યાદ છે. જો કે, આવા ઘણા વિદ્યાર્થીઓ હવે ડિગ્રી પુરી કરવા યુક્રેન નહીં, રશિયા પહોંચ્યા છે.
- Advertisement -
પેરેન્ટસ એસોસીએશન ઓફ યુક્રેન એમબીબીએસ સ્ટુડન્ટસના પ્રેસીડેન્ટ આર.બી.ગુપ્તાએ દાવો કર્યો હતો કે, ‘લગભગ 2500 વિદ્યાર્થી અભ્યાસ માટે ફરી યુક્રેન ગયા છે, જયારે 4000 વિદ્યાર્થીઓએ સર્બિયા, રશિયા અને ઉઝબેકિસ્તાન સહિતના દેશોમાં ટ્રાન્સફર લીધી છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટ્રાન્સફર લેનારા મહદઅંશે પાંચમા અને છઠ્ઠા વર્ષના વિદ્યાર્થી છે. હજુ 3000 વિદ્યાર્થી ભારતમાં છે અને ઓનલાઈન કલાસ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે.’
ગુપ્તા એક વર્ષથી યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને ભારતની એમબીબીએસ કોલેજોમાં પ્રવેશ આપવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને સરકાર તરફથી સહાય મળવાની કોઈ આશા નથી.’
- Advertisement -
તેમણે કહ્યું હતું કે, ‘મારો દીકરો એમબીબીએસના ત્રીજા વર્ષમાં છે. તેણે ઘણા મહિના સુધી રાહ જોયા પછી સર્બિયાની યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લીધી છે.’ આવા જ 23 વર્ષના અન્ય એક વિદ્યાર્થી અમીને ઉઝબેકિસ્તાનની યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લીધી છે. તે એમબીબીએસના આખરી વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.