1 ઓકટોબરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં રેટમાં ઘટાડો થયો છે. જાણો કેટલો થયો ઘટાડો અને શું છે હાલના ભાવ
નેચરલ ગેસની કિંમતોમાં થયેલા રેકોર્ડ વધારા છતાં પણ આજે 1 ઓકટોબરના રોજ LPG સિલિન્ડરની કિંમતોમા ઘટાડો થયો છે, આ ઘટાડો ઘરેલૂ ગેસના સિલિન્ડરની કિંમતોમાં નહીં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં રેટમાં થયો છે. 19 કિલોવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી રાજધાની દિલ્હીમાં 25.50 રૂપિયા સસ્તા થઈ ગયા છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં ભાવમાં ઘટાડો આવ્યો છે. ગયા મહિનાની પહેલી તારીખે પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. આજે LPG સિલિન્ડરના નવા રેટ જાહેર થઈ ગયા છે.
- Advertisement -
દિલ્હીમાં કેટલો થયો ઘટાડો?
1 ઓકટોબર 2022નાં રોજ દિલ્હીમા ઇંડેનના 19 કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા ઘટયા છે. જ્યારે કોલકાતામા 36.50 રૂપિયા, મુંબઈમાં 32.50 રૂપિયા અને ચેન્નાઈમા 35.50 રૂપિયા કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટયા છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડર 1859.50 રૂપિયાનાં સ્તર પર મળશે.
Natural gas prices hiked by 40 per cent to record levels.
Price of gas from old fields of ONGC and Oil hiked to USD 8.57/MMBTU from USD 6.1: Petroleum Planning & Analysis Cell
— ANI (@ANI) September 30, 2022
- Advertisement -
મહાનગરોમા કમર્શિયલ LPGની કિંમતો
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી કોલકાતામાં 36.50 રૂપિયા સસ્તું થઈને 1,995.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે મુંબઈમાં તેની કિંમત રૂ. 1,844 થી ઘટીને રૂ. 35.50 થી રૂ. 1811.50 પર આવી ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 35.50 રૂપિયા સસ્તું થયું છે. એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો મોટાભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય છે.
નેચરલ ગેસની કિંમતોમાં વધારો
નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ 40 ટકા વધારો થયો છે. વધેલા દર 1 ઓકટોબરથી લાગુ થશે, જે 31 માર્ચ 2023 સુધી કાયમ રહેશે. નેચરલ ગેસના દરોમાં થયેલા ભારે વધારાને કારણે સીએનજી અને પીએનજીની કિંમતોમાં વધારાની આશંકા છે.
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર હાલમાં કુદરતી ગેસના એક યુનિટની કિંમત $6.1 (અંદાજે રૂ. 500 પ્રતિ યુનિટ) છે, જે વધીને $8.57 થઈ ગઈ છે. (લગભગ રૂ. 700) પ્રતિ યુનિટ છે. જેમ ક્રૂડ ઓઈલનું એકમ પ્રતિ બેરલમાં માપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી ગેસનું એકમ ‘બ્રિટિશ થર્મલ યુનિટ પ્રતિ મિલિયન’ છે.