માલિબન 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ
ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી ક્ષેત્રની અગ્રણી રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે શ્રીલંકાની અગ્રણી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રા) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થુ નામ માલિબન એક અગ્રણી બિસ્કીટ ઉત્પાદક છે જે છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ છે. આ ઉપરાંત કંપનીએ તેના ઉત્પાદનોની વૈશ્વિક બજારો સુધી પહોંચ વિસ્તારી વિશ્વના 35થી વધુ દેશોમાં નિકાસ કામગીરી ધરાવે છે.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે જોડાણ કરવા અંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, બજારમાં અગ્રણી સ્થિતિ સાથે માલિબન પાસે ઊંડા મૂળ ધરાવતો વારસો અને વિશ્વસનીયતા છે.
છઈઙક અને માલિબન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે અમે એક મજબૂત બ્રાન્ડ દ્વારા અમારા એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા ઉપરાંત અમારા ભારતીય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા ઉત્તમ વેલ્યૂ પ્રપોઝીશન પણ આપી શકીશું.
ભારતમાં ઘણી જાણીતી વૈશ્વિક બ્રાન્ડ્સના કસ્ટોડિયન હોવાને કારણે રિલાયન્સ ઉત્કૃષ્ટ ક્ધઝ્યુમર ઇક્વિટીને વધુ વિસ્તૃત બનાવવા અને માલિબાને 70 વર્ષોમાં જે હાંસલ કર્યું છે ત્યાં સુધી પહોંચવાની પૂર્ણ ક્ષમતા ધરાવે છે. આરસીપીએલનું વિઝન ભારતીય ગ્રાહકોને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સ અને ઉત્પાદન પસંદગી લાવવાનું છે જે અસાધારણ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરે.