-આ મર્જર માટે બંને કંપનીઓએ બાઈન્ડીંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા
મુકેશ અંબાણીની માલિકીની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ બુધવારે સંયુકત સાહસ રચવા માટેના બાઈન્ડીંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંયુકત સાહસ હેઠળ વાયકોમ-18 અને સ્ટાર ઈન્ડીયાનાં બિઝનેસ જોડવામાં આવશે.
આ સંયુકત સાહસ અંતર્ગત ભારતમાં બન્ને કંપનીઓનાં મીડીયા ઓપરેશન્સનું મર્જર થશે જેની કુલ વેલ્યુ રૂા.70.352 થશે.તેમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા.11,500 કરોડનું રોકાણ કરવા સંમત થઈ છે. ટ્રાન્ઝેકશન ભાગરૂપે વાયકોમ-18નું મીડીયા અન્ડર ટેકીંગ સ્ટાર ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ સાથે મર્જ કરી દેવાશે.
- Advertisement -
આ તમામ પગલા બાદ આ સંયુકત સાહસનું નિયંત્રણ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થશે અને તેમાં રીલાયન્સનો હિસ્સો 16.34 ટકા રહેશે.વાયકોમ-18નો હિસ્સો 46.82 ટકા રહેશે અને 36.84 ટકા હિસ્સો ડિઝનીનો રહેશે.
આ ડીલ સફળતાપૂર્વક પાર પડશે ત્યારે તે દેશમાં મીડીયા અને એન્ટરટેઈનમેન્ટ સેકટરમાં સૌથી મોટી કંપની બનશે જેની વિવિધ ભાષામાં 100 થી વધુ ચેનલો હશે બે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ રહેશે અને 73 કરોડનો વ્યુઅર બેઝ બનશે.
આ સંયૂકત સાહસની ટ્રાન્ઝેકશન વેલ્યુ રૂા.70.352 કરોડ (અંદાજે 8.5 અબજ ડોલર) થશે.આ સંયૂકત સાહસના ચેરપર્સન નીતા અંબાણી રહેશે ઉદય શંકર વાઈસ ચેરપર્સન રહેશે. જેઓ સ્ટ્રેટજીક ગાઈડન્સ પુરૂ પાડશે.રીલાયન્સ ઈન્ડ.નાં મેનેજીંગ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર મુકેશ અંબાણીએ કહ્યું કે આ એક સીમાચીન્હ રૂપ કરાર છે જે ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ.માં નવા યુગનો આરંભ થશે.
- Advertisement -
અમારા સંસાધનો, ક્રિએટીવ ક્ષમતા, અને માર્કેટ વિશેની સમજ વધુ આગળ ધપાવવામાં મદદરૂપ બનશે અને જેનાં દ્વારા અમે લોકોને પરવડે તેવી કિંમત સાથે અદભુત કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીશુ.
રેગ્યુલેટરી, શેરધારકો અને અન્ય જરૂરી મંજુરીને આધીન આ સંયુકત સાહસ રહેશે આ ડીલ 2024 નાં અંતિમ કવાર્ટરમાં અથવા 2025 ના પ્રથમ કવાર્ટરમાં પુરૂ કરી લેવાશે.