74 કરોડમાં ચોકલેટ કંપનીનો મોટો હિસ્સો ખરીદ્યો
ખાસ-ખબર સંવાદદાતા
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. હવે અંબાણીના પોર્ટફોલિયોમાં વધુ એક મોટી કંપનીનો ઉમેરો થયો છે. અમે વાત કરી રહ્યા છીએ ચોકલેટ મેકર લોટસ ચોકલેટ વિશે. રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (છઈઙક) એ આ કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે અને કંપની દ્વારા તેનું અધિગ્રહણ પૂર્ણ થયું હોવાની માહિતી શેર કરાઈ છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 74 કરોડ રૂપિયામાં મોટો હિસ્સો ખરીદીને સોદો પૂર્ણ કર્યો છે. આ ડીલ હેઠળ છઈઙક એ લોટસ ચોકલેટના નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર માટે રૂ. 25 કરોડ ચૂકવીને કંપનીનું નિયંત્રણ મેળવ્યું છે. રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે 24 મેથી કંપનીની કમાન સંભાળી લેવામાં આવી છે.