ભારતના ટોચના ઉદ્યોગગૃહો શેરબજારમાં આઈપીઓ મારફત નાણાં એકત્રીત કરવાની તૈયારીમાં છે. ટાટા ગ્રુપનો આઈપીઓ આવવાની ચર્ચા વચ્ચે હવે રીલાયન્સનો ઈસ્યુ આવવાની વાત પણ બહાર આવી છે. રીલાયન્સ ગ્રુપની રીલાયન્સ જીઓ ફાઈનાન્સનો આઈપીઓ ઓકટોબરમાં આવવાની ચર્ચા છે.
રીલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણી દ્વારા જીયોને માર્કેટમાં લીસ્ટ કરવા તથા આઈપીઓ લાવવા માટે જરૂરી કાયદાકીય મંજુરીઓ મેળવવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આગામી 2જી મેના રોજ શેરધારકોની બેઠકમાં ફેંસલો થઈ શકે છે. અત્યારે તૈયારી જોરશોરપૂર્વક છે જોકે, છેલ્લી ઘડીના ફેરફાર થઈ શકે છે.
- Advertisement -
રીલાયન્સ જીયો ફાઈનાન્સીયલ સર્વિસની એન્ટ્રી સાથે ગ્રુપને રીટેઈલ-ટેલીકોમ જેવા ક્ષેત્રોમાં લાભ લઈ શકે છે. 2019માં કંપનીએ રીટેઈલ તથા ટેલીકોમ કંપનીઓનું પાંચ વર્ષમાં લીસ્ટીંગ કરાવવાનું જાહેર કર્યુ હતું. રીલાયન્સ જીયો ફાઈનાન્સીયલમાં કંપનીએ કે.વી.કામથને નોન-એકઝીકયુટીવ ચેરમેન બનાવ્યા હતા.