એક લોકપ્રતિનિધિ તરીકે પ્રજાની સેવામાં હરહંમેશ સમર્પિત રહેવાની બાહેંધરી આપતા ઉદય કાનગડ
લોક્સેવારૂપી આ ર્ક્તવ્યમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીરૂપી પરિવારના તમામ હોદેદારો, તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓનો જે સાથ-સહકાર મળ્યો તે ખુબ મોટી તાકાત : ઉદય કાનગડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
68 – રાજકોટ(પૂર્વ)ના સેવાકીય ક્ષ્ોત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડ કે જેણે પોતાના સેવાકાર્યો થકી જનતાના હ્રદયમાં મુઠૃી ઉંચેરૂ સ્થાન પ્રાપ્ત કરી અમિટ લોકચાહના પ્રાપ્ત કરી છે તેઓએ 68-રાજકોટ(પૂર્વ) વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રથમ એક વર્ષના સમયગાળામાં થયેલા પ્રજાલક્ષ્ાી સેવાકીય કાર્યોના સરવૈયાના પુસ્તકનું વિમોચન શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાજયના પૂર્વ મંત્રી આર.સી. ફળદુના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપના પ્રભારી પ્રકાશ સોની, જીલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ તકે આર.સી. ફળદુએ જણાવેલ હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દૂરદર્શિતા સાથે દેશ વિકાસપથ પર સતત આગેકૂચ કરી રહયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓ સતાને સેવાનું માધ્યમ બનાવી હંમેશા પ્રજાની વચ્ચે રહી સેવાકાર્ય કરતા આવ્યા છે.68-રાજકોટ (પૂર્વ) વિધાનસભામાં ધારાસભ્ય ઉદય કાનગડએ પોતાના વિસ્તારમાં જનસેવા કાર્યાલય કાર્યરત કરી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને મળે તે માટે સતત કાર્યરત રહયા છે સાથોસાથ એક વર્ષના ગાળા દરમ્યાન સર્વ રોગ નિદાન કેમ્પ, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સહાય યોજના કેમ્પ, કાર્યર્ક્તાઓને વીમાક્વચની ભેટ, આયુષ્યમાન કાર્ડ, મુખ્યમંત્રી રાહત ફંડમાં થી જરૂરીયાતમંદ દર્દીઓને સહાય માટે ભલામણ, નવરાત્રી પર્વમાં 400થી વધુ ગરબીમંડળની બાળાઓને લ્હાણી વિતરણ, શિયાળામાં નગરપ્રાથમિક શિક્ષ્ાણ સમિતિની શાળાના 1રપ00થી વધુ બાળકોને સ્વેટર વિતરણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત શાળાના 1રપ00 થી વધુ બાળકોને ચોકલેટ વિતરણ, પોતાના જન્મદિવસ નિમિતે નેત્રયજ્ઞ અને વિવિધ સેવાકાર્યો જેવા અનેકવિધ સેવાકાર્યો ની સુહાસ ફેેલાવી 68-રાજકોટ((પૂર્વ) વિસ્તારમાં અપાર લોકચાહના હાંસલ કરેલ છે. ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડની જનસેવાનું સરવૈયુ પુસ્તિકાની સરાહના કરી શુભેચ્છાસહ અભિનંદન પાઠવેલ હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે નરેન્દ્ર મોદીએ વર્ષ-ર047 સુધીમાં વિક્સીત ભારતનો સંકલ્પ કરી અત્યારથી જ સંકલ્પને સાકાર કરવા માટે આયોજન અને અમલીકરણની દિશામાં આગેકૂચ શરૂ કરી દીધી છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકેની મજબૂત ઓળખ પ્રાપ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય સમૂદાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ આદરથી નિહાળે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે કલમ-370 અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેવા પ્રશ્ર્નોના સુચારૂ ઉકેલ લાવી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરેલ છે. ત્યારે આપણું ગુજરાત પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ મોડેલ ના રૂપમાં ચમકી રહયું છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશના સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસમાં યથોચિત યોગદાન આપી રહયું છે. તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર.પાટીલજી તથા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષ્ાાથી લઈ પ્રદેશ કક્ષ્ાા સુધી
ભાજપનું સંગઠન અવ્વલ નંબરે કામ કરી રહયું છે. ત્યારે રાજયના અન્ય શહેરોની જેમ રાજકોટ મહાનગર પણ પોતાની ભુમિકા અસરકારક રીતે નિભાવી રહયું છે. વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે ર0રર માં યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સંગઠનના તમામ હોદેદારો- કાર્યર્ક્તાઓ, સમાજના તમામ વર્ગ, જ્ઞાતિ સમુદાય, વિવિધ સંસ્થાઓ, વ્યાપાર-ઉદ્યોગનાં સંગઠનોના સહયોગ થી મને ધારાસભ્ય તરીકે 68-રાજકોટ(પૂર્વ)નું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળેલ છે. લોકોએ મુકેલ ભરોસાને ચરિતાર્થ કરવા માટે ધારાસભ્ય બન્યા બાદ એક માસના ગાળામાં જ 68-રાજકોટ(પૂર્વ) વિસ્તારમાં પેડક રોડ, પાણીના ઘોડા પાસે જનસેવા કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. આ જનસેવા કાર્યાલય ખાતે સર્વે સમાજ,જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર જનસેવા એ જ પ્રભુસેવા નાં જીવનમંત્રને સાકાર કરવામાં કોઈ કચાશ ન રહે તે પ્રકારે જવાબદારી નિભાવી લોકોને પણ એ અનુભૂતિ થાય એવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયા છે.
રાજકોટ શહેર અત્યારે તેજ રફતારથી વિકાસપથ પર નિરંતર ગતિ કરી રહયું છે. ત્યારે ધારાસભ્ય તરીકે આ વિકાસની ગતિ જળવાયેલી રહે તે મારી જવાબદારી બની રહે તેવા પ્રમાણિક પ્રયાસો કરવામાં આવી રહયા છે. ત્યારે લોક્સેવારૂપી આ ર્ક્તવ્યમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીરૂપી પરિવારના તમામ હોદેદારો, તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓનો જે સાથ-સહકાર મળ્યો તે ખુબ મોટી તાકાત છે. ત્યારે ધારાસભ્ય તરીકે પ્રથમ એક વર્ષના સમયગાળામાં થયેલા પ્રજાલક્ષ્ાી સેવાકીય કાર્યોના સરવૈયાનો સચિત્ર અહેવાલ પુસ્તિકારૂપે રજુ કરતા ઉદય કાનગડએ જણાવેલ કે, વિકાસની એક નવી પરિભાષા આલેખવામાં સરકારના સહકાર સાથે પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજો બજાવી પ્રજાની સેવામાં હરહંમેશ સમર્પિત રહેવાની ખાતરી આપતા આ સેવાયજ્ઞમાં તમામ વર્ગ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, વિવિધ સંસ્થાઓ, સંગઠનો તથા પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક્સ મિડીયાના પ્રતિનિધિઓનો જાહેર આભાર વ્યક્ત કરેલ હતો.