મેહુલભાઈએ પુસ્તક અને ઇન્વેસ્ટમેન્ટ થકી લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે: મયુરભાઈ શાહ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નામાંકિત યુવાબિઝનેસમેન, અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર તથા યુવા જૈન અગ્રણી મેહુલભાઈ રવાણી દ્વારા વસિયતનામું કઈ રીતે બનાવવું? સ્વજનોનું નામાંકન કઈ રીતે કરવું? વસિયતના કાયદા સંબંધિત જોગવાઈ સહિતની માહિતી પ્રદાન કરતાં પુસ્તક ‘જિંદગી કી વસિયત’નું લેખન-પ્રકાશન કરવામાં આવ્યું છે. જેનું રાજકોટની ઠાકર હોટલ ખાતે મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટના પરિવારજનો તથા પુસ્તકપ્રેમી બહુજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પોતાના પુસ્તકલેખનના અનુભવને વર્ણવતા મેહુલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, જૈન સોશિયલ ગ્રુપની મીટીંગ દરમિયાન વસિયતનામું તૈયાર કરવાનો વિચાર આવ્યો. જે બાદ એવા અનેક બનાવ સામે આવ્યા. જ્યાં લોકોને વસિયતનામું તૈયાર કરવામાં અગવડતા પડતી હતી. આ અગવડતાને કારણે ઘણા લોકોને દુ:ખી થતા પણ જોયા જેથી હવે વિશ્ર્વના કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે તેવી નેમ સાથે મેં આ પુસ્તકનું સર્જન કર્યું છે જેમાં વસિયતનામાને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી છે. આ પુસ્તક યુગો યુગો સુધી લોકો માટે માર્ગદર્શક બનશે. રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ અને રોયલ એકેડેમીના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ.)એ જણાવ્યું હતું કે, વસિયત એ એક પ્રકારની નસીયત છે. અને મેહુલભાઈ રવાણીએ આ પુસ્તક થકી ખૂબ જ સુંદર કામ કર્યું છે. બિઝનેસમાં મિટિંગ અને સેમિનારનું ખૂબ મહત્વ છે. આજે આટલા લોકો ઉપસ્થિત છે એ જ મેહુલભાઈની સફળતાની સાબિતી છે. વ્યવસાયમાં જ્યારે વિશ્ર્વાસ વધે ત્યારે ત્યારે વ્યવસાય સફળ થયો કહેવાય અને મને મેહુલભાઈ ઉપર ખૂબ જ ગર્વ થાય છે કે તેમનો વ્યવસાય આજે સફળતાની ટોચ પર પહોંચ્યો છે. રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ,પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી અને જૈન ભોજનાલય ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે સામાન્ય રીતે મેં બિઝનેસમેન મેહુલભાઈને નિહાળ્યા છે. આજે એમનું લેખક તરીકેનું સ્વરૂપ મારી સમક્ષ આવ્યું છે. મેહુલભાઈને લેખક તરીકે આવું સારું પુસ્તક લખવા બદલ ખુબ ખુબ અભિનંદન અને તેમણે અનેક રોકાણકારોના જીવનમાં ઇન્વેસ્ટમેન્ટ રૂપી ઉજાસ પાથર્યો છે.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન ડો. પ્રવીણભાઈ નિમાવત, પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી અને જૈન ભોજનાલય ટ્રસ્ટી મયુરભાઈ શાહ, રોયલ એકેડેમીના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ.), જૈન સોશિયલ ગ્રુપ વેસ્ટના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ બાવીસી, જૈન અગ્રણી અને સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના સર્વ કમિટી મેમ્બર્સ અને બહોળી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત
રહ્યા હતા.