ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને અમેરિકાની દોસ્તી નવી ઉંચાઈઓ સર કરી રહી છે. જી-20 સંમેલનમાં પણ ભારત અને અમેરિકા વચ્ચેના નિકટના સબંધોની ઝલક જોવા મળી હતી. હવે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પણ કહ્યુ છે કે, બંને દેશો વચ્ચેના સબંધો આટલા સારા પહેલા ક્યારેય નહોતા . ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સબંધો નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. આજે બંને દેશો સેમી ક્ધડક્ટરથી માંડીને સંરક્ષણ સહયોગ એમ દરેક ક્ષેત્રમાં ભેગા મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, ક્વાડ સંગઠન થકી અમેરિકાએ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેની ભાગીદારીને આગળ વધારી છે. ચારે દેશો સમુદ્રી સુરક્ષાથી માંડી વેકિસન ડેવલપમેન્ટ જેવા પ્રોજેકટ પર મળીને કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, ક્લીન એનર્જી, ડિજિટલ કનેક્ટિવિટી તથા સપ્લાય ચેન મજબૂત કરવા માટે સાઉદી અરબ, યુએઈ, ફ્રાંસ, જર્મની, ઈટાલી, યુરોપિયન યુનિયન ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.