રીઅલ એસ્ટેટ ક્ષેત્રે કેટલાક મહિનાઓથી મંદી છતાં નવા રજિસ્ટ્રેશન જળવાયા
રાજકોટમાં નવા 157 પ્રોજેકટની ‘રેરા’માં નોંધણી થઈ; આગલા વર્ષમાં સંખ્યા 171ની હતી
- Advertisement -
ગત નાણાં વર્ષમાં રાજયમાં કુલ 1823 પ્રોજેકટનું રજીસ્ટ્રેશન – આગલા વર્ષ કરતાં 6 ટકા વધુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના રીયલ એસ્ટેટ ક્ષેત્રે કેટલાંક મહિનાઓથી મંદી છે અને સુચિત જંત્રીદર વધારા સહિતના કારણોસર હજુ ટુંકા ગાળામાં કોઈ ધમધમાટ આવી શકે તેમ ન હોવા છતાં નવા પ્રોજેકટોમાં વધારો જ થઈ રહ્યો છે. ગત નાણાંકીય વર્ષમાં નવા પ્રોજેકટોનાં રજીસ્ટ્રેશનમાં 6 ટકાનો વધારો થયો છે.ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા) દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં એમ જણાવાયું છે કે 2024-25 ના નાણાંકીય વર્ષમાં રાજયમાં 1923 પ્રોજેકટનું રજીસ્ટ્રેશન થયુ હતું જે આગલા વર્ષનાં 1713 ની સરખામણીએ 6 ટકા વધુ હતું.
- Advertisement -
બિલ્ડર લોબીના સુત્રોએ કહ્યું કે, રીયલ એસ્ટેટમાં સ્લો ડાઉન છેલ્લા છ-આઠ મહિનાથી છે તે પુર્વે તો માર્કેટ ધમધમતુ જ હતું એટલે ગત નાણાં વર્ષનાં પ્રારંભિક મહિનાઓમાં નવા પ્રોજેકટોનાં રજીસ્ટ્રેશનનું પ્રમાણ વધુ હતું.આ સિવાય રાજયમાં જંત્રીદર વધારો થવાનો હોવાને કારણે પણ અનેક ડેવલપરોને તે લાગુ થયા પૂર્વે પ્લાનપાસ તથા રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ઉતાવળ કરી હતી.રાજયના જુદા જુદા જીલ્લાઓમાં અલગ-અલગ કેટેગરીમાં 20 નવા રજીસ્ટ્રેશનમાં વધારો હતો. ક્રેડાઈ ગુજરાતના ઉપપ્રમુખ વિરલ શાહે ક્હયું હતું કે, ભલે કેટલાંક મહિનાઓથી મંદી હોય છતા બીલ્ડરો ડેવલપરો તે ટુંકાગાળાની જ હોવાનું માને છે.ગત નાણાં વર્ષના પ્રથમ છ માસમાં નવા પ્રોજેકટનું લોન્ચીંગ વધુ હતું. નાણા વર્ષનાં અંતિમ ત્રિમાસીક ગાળામાં જ ડીમાંડમાં સ્લોડાઉન જણાયુ હતું. છતા નવા પ્રોજેકટ રજીસ્ટ્રેશન યથાવત રહ્યા છે.રાજયના એક ટોચના બિલ્ડરે જણાવ્યું હતું કે, રાજય સરકારે જંત્રી વધારો જાહેર કર્યો છે.પરંતુ કેટલો અને કયારથી લાગુ થશે તેનું એલાન કર્યુ નથી. જંત્રી વધારાથી એફએસઆઈ ખર્ચનાં વધારામાંથી બચી શકાય તે માટે અનેક બિલ્ડરોએ પ્લાન તથા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી લીધી છે.રાજયમાં ગત વર્ષમાં 1823 પ્રોજેકટનું રજીસ્ટ્રેશન થયુ હતું. રાજકોટમાં લાગે વળગે છ ત્યાં સુધી ગત વર્ષની સરખામણીએ નવા પ્રોજેકટ ઘટયા છે. 2023-24 માં રાજકોટમાંથી 171 પ્રોજેકટનુ રજીસ્ટ્રેશન હતું તે આ વખતે 157 હતું. 2022-23 માં આ સંખ્યા 164 હતી જયારે 2021-22 માં 227 હતું. સુરત-વડોદરામાં પણ આગલા વર્ષની સરખામણીએ નવા પ્રોજેકટોનું રજીસ્ટ્રેશન ઘટયુ હતું. અમદાવાદમાં વધારો હતો.