ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત, 12 માર્ચ 2025 સુધીમાં તમામ હોસ્પિટલે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે મોટો આદેશ આપ્યો છે. વાસ્તવમાં હવે સરકારે તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જે અંતગર્ત તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે.
- Advertisement -
હાલ બહુચર્ચિત કેસ એવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ ષડયંત્રના મુખ્ય ડોક્ટર કે જેના હાથે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેવા ડૉ. પ્રશાંત વઝીરાણી આટલા દિવસોથી ધરપકડથી દૂર હતા. ત્યારે તાજેતરમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને પોલીસ દ્વારા ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેઓ દ્વારા સ્ટેન્ટ મુક્યા બાદ બે દર્દીના મૃત્યુ થયા હતા. અને PMJAY યોજનામાં લાભ લેવા ડોક્ટર સહિતની ટીમ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની સૂ્ત્રોએ માહિતી આપી હતી.
તબીબ, ડાયરેક્ટર, CEO સામે નોંધાઈ હતી ફરિયાદ
ડૉ.પ્રશાંત વજીરાણી અને ડૉ.સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ CDMO ડૉ.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી.
- Advertisement -
શુ હતી ઘટના ?
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.