ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઇન રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બની ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કંઈક થવા જઈ રહ્યું છે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કઈક જવા થઈ રહ્યું છે. જ્યાં હાઈકોર્ટે લિવ-ઈન-રિલેશનશિપને લઈને એક મોટો અને મહત્વપુર્ણ આદેશ આપવામાં આવ્યો છે.
- Advertisement -
રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચનો નિર્દેશ
રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચે રાજ્ય સરકારને લિવ-ઈન રિલેશનશિપ માટે વેબ પોર્ટલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેટલાક લિવ-ઈન કપલ્સ દ્વારા સુરક્ષાની માંગણી કરતી અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ અનોપ કુમાર ઢાંડે કહ્યું કે, ‘જ્યાં સુધી આવો કાયદો ન બને ત્યાં સુધી લિવ-ઈન-રિલેશનશિપ વેબ પોર્ટલ પર રજિસ્ટર થવી જોઈએ’.
સામાજિક સ્વીકૃતિ કે પવિત્રતાનો અભાવ: હાઈકોર્ટ
- Advertisement -
આ ઉપરાંત વધુમાં હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, ‘લિવ-ઇન રિલેશનશિપનો વિચાર સારો લાગી શકે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનાથી ઊભી થતી સમસ્યાઓ ખૂબ જ પડકારજનક છે. આવા સંબંધમાં સ્ત્રીનો દરજ્જો પત્ની જેવો હોતો નથી અને સામાજિક સ્વીકૃતિ કે પવિત્રતાનો અભાવ હોય છે. લિવ-ઇન-રિલેશનશિપ કરાર ટ્રિબ્યુનલ દ્વારા રજિસ્ટર થયેલો હોવો જરૂરી છે.
કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
‘ઘણા કપલ ‘લિવ-ઇન’ રિલેશનશિપમાં રહે છે અને તેમના સંબંધને સ્વીકાર ન કરવા બદલ તેમના પરિવાર અને સમાજ તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યા છે.’ તેથી, તેઓ કલમ 226 હેઠળ રિટ અરજીઓ દાખલ કરીને કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે.’ તેઓ બંધારણની કલમ 21 હેઠળ રક્ષણની માંગ કરી રહ્યા છે. બેન્ચે કહ્યું કે, ‘કોર્ટ આવી અરજીઓથી ભરેલી છે.