સુપ્રિમ કોર્ટએ વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલા હુમલાના આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફ અશફાકની ફાંસીની સજા જારી રાખી છે. કોર્ટએ મોહમ્મદ આરિફની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. આ કેસમાં નીચલી અદાલતમાં વર્ષ 2005માં આરિફને આરોપી ગણતા ફાંસીની સજા સંભળાવી હતી. સુપ્રિમ કોર્ટએ વર્ષ 2003માં આ કેસમાં સુનાવણી કરતા ફાંસીની સજા જારી રાખી છે.
લાલ કિલ્લા પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ 22 ડિસેમ્બર, 2000એ આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. ભારતીય સેનાએ વળતો હુમલો કરતા લાલ કિલ્લામાં ઘુસણખોરી કરનાર બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. લાલ કિલ્લાના હુમલાના કેસમાં 31 ઓક્ટોમ્બર, 2005ના નિચલી અદાલતે આરિફની ફાંસીની સજા સંભળાવી હતી.
- Advertisement -
Supreme Court dismissed the review petition of Mohammad Arif alias Ashfaq challenging the top court's earlier order, upholding the death sentence awarded to him in connection with the 2000 Red fort attack case pic.twitter.com/wUNudyccpe
— ANI (@ANI) November 3, 2022
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં સુપ્રિમ કોર્ટએ આરિફની ફાંસીની સજાને જારી રાખતા ફેર વિચારણાની રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. ત્યાર પછી વર્ષ 2014માં સુપ્રિમ કોર્ટએ આરિફની ક્યૂરેટિવ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર પછી હવે ફરી એક વાર સુપ્રિમ કોર્ટએ આરોપીની ફાંસીની સજાને પણ ફગાવી દીધી છે.
વર્ષ 2015માં સુપ્રિમ કોર્ટએ આપ્યો હતો ઐતિહાસિક નિર્ણય
સુપ્રિમ કોર્ટએ વર્ષ 2015માં યાકૂબ મેમન અને આરિફની અરજી પર ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે ફાંસીની સજા મેળવનાર આરોપીની રિવ્યૂ પિટિશન ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવશે. આ પહેલા રિવ્યૂ પિટિશનની સુનાવણી ન્યાયધીશ પોતાના ચેમ્બરમાં કરતા હતા. જાણકારોનું કહેવું છે કે, આ પહેલો કેસ હતો, જેમાં ફાંસીની સજા મેળવનાર આરોપીની ફેર વિચારણાની અરજી અને ક્યૂરેટિવ અરજીને ફગાવ્યા પછી સુપ્રિમ કોર્ટએ ફેરવિચારણા અરજી પર બીજીવાર સુનાવણી કરી.