ગત વર્ષની સરખામણીએ રૂ. 150થી 200નો ભાવ વધારો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
- Advertisement -
શિયાળાની પૂર્ણાહુતિ બાદ ઉનાળાની શરૂઆત સાથે જ ગૃહિણીઓ માટે બારેમાસ ઉપયોગી લાલ મરચાની સિઝન ધ્રાંગધ્રા પંથકમાં શરૂ થઈ ગઈ છે. કોઈપણ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા લાલ મરચું અનિવાર્ય ગણાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામનું લાલ મરચું સમગ્ર ઝાલાવાડમાં પ્રસિદ્ધ છે, ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાથી લાલ મરચાની સિઝન શરૂ થઈ ચારથી પાંચ મહિના સુધી ચાલે છે. પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે લાલ મરચાના ભાવમાં રૂ. 150થી 200નો નોંધપાત્ર વધારો થયો હોવાથી મરચું મોંઘુ બન્યું છે. ભાવ વધારાની સીધી અસર લાલ મરચાના વેપાર પર જોવા મળી રહી છે. સિઝન શરૂ થઈ હોવા છતાં બજારમાં ગ્રાહકોની અવરજવર ઓછી હોવાથી વેપારીઓમાં નિરાશાનું વાતાવરણ છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોમાં માંગ વધવાની શક્યતા છે, પરંતુ હાલ ભાવ વધારાને કારણે ખરીદીમાં મંદી અનુભવાઈ રહી છે.



