ખાસ-ખબર સંવાદદાતા
જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે.
અગ્નિપથ પરના વિરોધ વચ્ચે, આ યોજના પ્રમાણે સેનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી એરફોર્સમાં પસંદગી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે 24 જૂનથી ભરતી પ્રક્રિયા શરૂકરવામાં આવશે. યુવાનો આજથી અગ્નિપથ હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સમગ્ર પ્રક્રિયા 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પસંદ કરાયેલા ઉમેદવારોને અગ્નિવીર તરીકે એરફોર્સમાં કામ કરવાની તક મળશે.
ભારતીય વાયુસેના અનુસાર, જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે. આ પછી 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી શારીરિક ફિટનેસ ટેસ્ટ થશે. 29 ઓગસ્ટથી 8 નવેમ્બર દરમિયાન મેડિકલ તપાસ થશે. આ તમામ પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારોની યાદી 1લી ડિસેમ્બર 2022ના રોજ જારી કરવામાં આવશે. આ સાથે તેમની ટ્રેનિંગ પણ 30 ડિસેમ્બરથી શરૂ થશે.