હાલમાં રાજ્યની અંદાજે 90 ટકા સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની ઘટ
ખાસ-ખબર સંવાદદાતા
સ્પોર્ટસમાં ગુજરાતના ખેલાડી માટે ગૌરવનો ઢંઢંરો પીટતી ગુજરાત સરકાર છેલ્લા 13 વર્ષથી સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરતી ન હોવાનો લાયક બેકાર ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. છેલ્લે વર્ષ-2007માં સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકની ભરતી થઈ હતી એ પછી ભરતી કરવામાં સરકારની ભારે ઉદાસીનતા સામે આવી છે. દર વર્ષે ખેલ મહાકુંભના નામે લાખો રૂૂપિયાનો ધુમાડો કરી દેખાડો કરતી સરકાર સ્કૂલોમાં પૂરતા વ્યાયામ શિક્ષકો ભરતી જ નથી. હાલમાં રાજ્યની સ્કૂલોમાં અંદાજે 90 ટકા જેટલા વ્યાયામ શિક્ષકોની ઘટ હોવાના આક્ષેપો થયાં છે.
રાજ્યમાં એક બાજુ ખેલ મહાકુંભ, ફ્ટિ ઇન્ડિયા અને યોગ યુનિવર્સિટી, સ્પોટ્ર્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે અને બીજી બાજુ રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે સીપીઈડી, બીપીઈડી, ડીપીઈડી, એમપીઈડી, પીએચડી જોડે ચિત્ર સંગીત જેવી લાયકાત ધરાવતા લાખો આશાસ્પદ યુવાનો સરકારની નીતિઓને કારણે બેરોજગાર છે.
- Advertisement -
ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોને ભરતી થતી નથી. નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે તેમાં પણ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયને ફ્રજિયાત કરવામાં આવ્યો છે, છતાં ગુજરાત સરકાર હજુ ઘોર નિદ્રામાં છે. વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અંગે ઉમેદવારોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આગામી સમયમાં સત્વરે ભરતી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી આ ઉમેદવારોએ ચીમકી પણ વ્યક્ત કરી છે.



