ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ સતા પરિવર્તન થયું હતું અને જેના કારણે ભારતીય મૂળના ઋષિ સૂનક વડાપ્રધાન પદે આવ્યા હતા ત્યારે હવે ઋષિ સુનક સામે વિદ્રોહની શકયતા ઉભી થઈ છે. બ્રિટન સરકારની મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક પર વિદ્રોહના કારણે મતદાન ટાળવું પડયું છે. આ વિધેયક સામે ખુદની પાર્ટીના જ 47 વિદ્રોહી સભ્યોએ વિરોધ કર્યો છે. જો તેમને અન્ય વિપક્ષી દળો, વિરોધી લેબર પાર્ટીનું સમર્થન મળે તો ઋષિ સુનકનો આ વિધેયક મામલે પહેલો પરાજય થઈ શકે છે.
બ્રિટનના નવા નિર્વાચીત વડાપ્રધાન ઋષિ સુનકને પહેલીવાર પોતાની જ પાર્ટીના સાંસદોની વિદ્રોહની ધમકીનો સામનો કરવો પડયો છે. મીડીયા રિપોર્ટ મુજબ આ કારણે ઋષિ સુનકે બ્રિટીશ સરકારની મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક (લેવલીંગ-અપ રિજનરેશન બિલ) પર મતદાન ટાળવું પડયું છે., અહેવાલો મુજબ સુનકની ટોરી પાર્ટીના લગભગ 47 સભ્યો અને અન્ય સાંસદોએ મળીને લેવલીંગ-અપ અને રિજનરેશન બિલમાં સંશોધન પર સહી કરી છે. આથી સ્થાનિક પરિષદો દ્વારા ફરજીયાત રીતે મકાનોના નિર્માણના લક્ષ્યને પૂરા કરવા પર રોક લાગી શકે છે.