ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે વંથલી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોય લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે વંથલી તાલુકાના શાપુર- ધણફુલીયા, શાપુર- લુવારસર,ભાટિયા- બોડકા- બંધડા,મોટા કાજલીયારા – થાણાપીપળી,શાપુર જૂનાગઢ એપ્રોચ કોર્સિંગ રોડ, શાપુર – સેલરા, વંથલીથી ટીનમસ -ટીકર તરફ જતા રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. ચોમાસમાં વરસાદને કારણે આ રસ્તા પર ઠેરઠેર ગાબડા અને ધૂળિયા રસ્તાને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે મોટા વાહનો તો ઠીક પણ નાના વાહનો પણ ચલાવવા મુશ્કેલ બન્યા છે અનેક રસ્તાની મુદત પૂરી થવા છતાં નવા રોડ બનાવવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી આ અંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા દ્વારા પણ અંગે સંબધિત અધિકારીને બે વખત પત્ર લખી આ રસ્તા અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન કરાતાં ભાજપની સરકારમાં ભાજપનાજ પદાધિકારીનું કોઈ સાંભળતું ન હોયતો સામાન્ય લોકોની રજૂઆત કોણ સાંભળશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.