ધારાસભ્યએ ટિકિટના દર ઓછા કરવા પત્ર લખ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો નવા રંગરૂપ સાથે ઝાંઝરમાંન બનાવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીના લોકાર્પણ બાદ 2જી ઓકટોબર સુધી નિ:શુલ્કની જાહેરાત થતા શહેરીજનો અને પ્રવસીઓ ખુબ મોટી સંખ્યમાં કિલ્લો જોવા ઉમટી પડયા હતા અંદાજે 50 હજાર જેટલા લોકોએ કિલ્લાની મુલાકાત લીધી હતી. ગઈકાલ રવિવારે રાજાના દિવસે સવારથી 12 વાગ્યા સુધીમાં અંદાજે 20 હજાર લોકો કિલ્લા નિહાળવા પોહચી જતા ભારે ધક્કા મૂકી જોવા મળતા તંત્ર દ્વારા પોલીસ બોલાવાની ફરજ પડી હતી ત્યારે એસપી હર્ષદ મેહતા સહીતનો પોલીસ કાફલો ઉપરકોટ પોહચી ગયા હતા તુરંત બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જયારે અમુક લોકોની તબિયત લથડતા તેઓને પોલીસ દ્વારા પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને કિલ્લો બંધ કરવાની ફરજ પડી હતી હવે આવતીકાલે ટિકિટના નિયત કરેલા દર મુજબ કિલ્લો સવારથી ખુલશે જયારે ટિકિટના દર વધુ હોવાને કારણે લોકોમાં કચવાટ જોવા મળી રહયો છે ત્યારે ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ એક પત્ર લખી ટિકિટના દર ઓછા કરવાની માંગણી કરી છે.
જૂનાગઢ ઉપરકોટ કિલ્લો આવતીકાલે ટિકિટના દર મુજબ ખુલ્લો મુકાશે
