- મેષ- આજે લાભ થશે. કોઈ પણ જરૂરી અને અગત્યના કાર્યમાં બેદરકારી ન રાખવી. સ્વાસ્થ્યમાં એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જે પહેલાથી બીમાર છે.
- વૃષભ- આ દિવસે લક્ષ્ય આધારિત કામ પર સખત મહેનત કરવાથી લાભ થશે. ઉદ્યોગપતિઓ માટે દિવસ શુભ છે. યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટેની સારી તકો મળશે.
- મિથુન- આજે મન અસ્વસ્થ થઈ શકે છે. ઓફિસમાં કામ કરવું તે પ્રતિષ્ઠા સાથે સંબંધિત બની જશે. નાની ભૂલ પણ નુકસાનકારક રહેશે.
- કર્ક – આજે તમારી જાતને સક્રિય રાખો. વિદ્યાર્થીઓને થોડી પરેશાની થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ હાલમાં તમારે ખાવા પીવા માટે સાવધાન રહેવું જોઈએ.
- સિંહ- આજનો દિવસ માનસિક તાણ અને શારીરિક સુસ્તીથી ભરેલો હોઈ શકે છે, પરિવારમાં બગડેલા સંબંધોને સુધારવા માટે કોઈએ પહેલ કરવી પડશે.
- કન્યા – આજે ઓફિસમાં વિવાદ ઊભો થઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ લેવો પડી શકે છે. લોકોને મદદ કરવા તૈયાર રહો.
- તુલા – આ દિવસે તમારી યોગ્યતા માન-સન્માન લાવશે. નોકરીમાં ઈચ્છિત પ્રગતિ થવાની પ્રબળ સંભાવના છે. કાર્ય કરવામાં મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં માન વધશે.
- વૃશ્ચિક- આ દિવસે સારા વિચારોથી દિવસની શરૂઆત તમને સકારાત્મક ઉર્જાથી ભરપુર રાખશે. કામનો ભાર સ્ટ્રેસ વધારી શકે છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે.
- ધન- આ દિવસે લોકોને મહત્વપૂર્ણ કાર્ય કરવાની જવાબદારીઓ મળી શકે છે. ઘરનાં નિર્ણયો લેતી વખતે દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખો.
- મકર- આજે યુવાનોએ બિનજરૂરી રીતે મોબાઇલ અથવા લેપટોપનો ઉપયોગ કરવો નહીં. કામ કરવાની રીતને બદલવાની જરૂર છે. માથાનો દુખાવો-આધાશીશી પીડાદાયક રહેશે.
- કુંભ- આજે ઓફિસમાં તમારું કામ જોતા બોસ કેટલીક જવાબદારીઓ વધારી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે.
- મીન – આજે મન થોડું મૂંઝવણભર્યું રહી શકે છે. ગુસ્સામાં તમારા પ્રિયજનો સાથે ખરાબ વર્તન કરવાનું ટાળો. અજાણ્યા પર વિશ્વાસ કરવો ટાળવો.