સ્થાયી સમિતિએ ફગાવેલી LEDની દરખાસ્ત ફરી કમિશનરે કરી
આગાઉ વિરોધ ઉઠતાં સ્થાયી સમિતિએ એલઇડીનો નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો
- Advertisement -
મનપાનાં કમિશનરને LEDની દરખાસ્તમાં આટલો બધો રસ કેમ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સ્વચ્છતાનાં પ્રચાર-પ્રસાર માટે રૂપિયા 57 લાખનાં ખર્ચે એલઇડી મુકવાની ફરી પેરવી કરવામાં આવી રહી છે. આગાઉ મનપાનાં કમિશનરે કરેલી દરખાસ્ત સ્થાયી સમિતીએ ફગાવી દીધી હતી. પરંતુ કમિશનરે ફરી આ જ દરખાસ્ત સ્થાયી સમિતીમાં મુકી છે અને વધુ એક વખત એલઇડી સ્ક્રીન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા રૂપિયાનો ખર્ચ કેમ કરવો તેવું વિચારમાં આવે છે. જરૂર ન હોય તેવા લાખો રૂપિયાનાં કામ કરી નાખવામાં આવે છે. ખરેખરે તે કામની કેટલી જરૂરિયાત છે તે પણ જોવામાં આવતું નથી. મનપાની આવી કામગીરી સામે સવાલ ઉભા થાય છે. જૂનાગઢમાં પાણીનાં ટાંકામાં પાણી ભરાતું નથી પણ નવા ટાંકા બનાવવામાં આવે છે.
- Advertisement -
જૂનાગઢનાં ઝાંઝરડા ગામમાં આવી સ્થિતી છે. તેમજ પાણીનાં ટાંકા હોય ત્યાં બીજા ટાંકો બનાવવામાં આવે છે. વિસ્તારની જરૂરીયાત મુજબ ટાંકા બને તે સાચી વાત પરંતુ પહેલેથી આયોજન કરવામાં આવતું નથી કે આ વિસ્તારનો વિકાસ થશે ત્યારે કેટલા લાખ લીટર પાણીનાં ટાંકાની જરૂરિયાત રહશે. જેના કારણે બાજુ બાજુ પાણીનાં ટાંકા બનાવવામાં આવી રહ્યાં છે. અને મનપાનાં રૂપિયા વેડફી કમાણી કરવામાં આવે છે. આ જ પ્રકારે જૂનાગઢમાં સ્વચ્છતાનાં પ્રચાર-પ્રસાર માટે એલઇડી સ્ક્રીન મુકાવાનું ભૂત મનપાને ઉપડયું છે. જૂનાગઢમાં લોકોમાં જાગૃતી આવે તે માટે એલઇડી સ્ક્રીન મુકવાની તૈયારી મનપાએ કરી લીધી છે.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતીની આગાઉની બેઠકમાં કમિશનર રાજેશ તન્નાએ શહેરમાં એલઇડી સ્ક્રીન મુકવા માટે દરખાસ્ત મુકી હતી. આ એલઇડી સ્ક્રીનની કિંમત 52.67 લાખ આંકવામાં આવી હતી. જૂનાગઢમાં મુકવામાં આવનાર એલઇડી સ્ક્રીનનો વિરોધ થયો હતો. જેના કારણે સ્થાયી સમિતીએ કમિશનરની દરખાસ્તને પડતી મુકવી પડી હતી. હવે આગામી 21 એપ્રિલનાં મનપાની સ્થાયી સમિતીની બેઠક મળશે. આ બેઠકને લઇ કેટલાક એજન્ડા તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં ફરી એલઇડી સ્ક્રીનનાં એજન્ડાનો સમાવેશ કરવમાં આવ્યો છે. જૂનાગઢ મનપાનાં કમિશનરે ફરી એલઇડી સ્ક્રીન માટેની દરખાસ્ત કરી છે.હવે જોવાનું એ રહ્યું કે, મનપાની સ્થાયી સમિતી એલઇડી સ્ક્રીનની દરખાસ્તને મુંજર કે છે કે ફરી ફગાવી દે છે ?.માત્ર પ્રચાર પ્રસાર માટે 52.67 લાખ રૂપિયા ખર્ચ નાખવા તે પણ કેટલું વ્યાજબી છે. આ મારબત રકમમાંથી અનેક કામ થઇ શકે તેમ છે. સફાઇનાં વાહન અને સાધનોની ઘટ છે, તે પણ ખરીદી શકાય તેમ છે.
LEDનું 9% ઊંચા ભાવે ટેન્ડર ભરાયું
જૂનાગઢ મનપા દ્વારા એલઇડી સ્ક્રીન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની એવરેસ્ટ મલ્ટીટેક એજન્સીએ પહેલા 12 ટકા ઉંચા ભાવે ટેન્ડર ભર્યું હતું. બાદ આ એજન્સી સાથે ચર્ચા કરતાં એજન્સીએ 9 ટકા રાખ્યાં હતાં. મનપા દ્વારા એલઇડી સ્ક્રીન માટે 9 ટકા ઉંચા દરે ટેન્ડર મંજુર રકવામાં આવ્યું છે. જૂનાગઢમાં મુકવામાં આવનાર એલઇડીની કિંમત 52,67,200 રૂપિયા થશે.
જૂનાગઢ મનપામાં ચોક્કસ એજન્સીઓને જ ટેન્ડર મળે!
જૂનાગઢ મનપામાં મોટાભાગે ચોક્કસ એજન્સીઓને જ ટેન્ડર મળે છે. ટેન્ડર બનાવતી વખતે શરતો એવી રાખવામાં આવે છે કે લાગતા વળગતાને જ ટેન્ડર મળે. જેના કારણે અન્ય એજન્સીઓ ટેન્ડર ભરી શકે નહીં.
બજેટનાં કેટલાંક મુદ્દાઓ વણી લેવાયા
જૂનાગઢ મનપાનાં બજેટમાં ઉલ્લેખ કરાયેલાં કેટલાક કામો આગામી સમયમાં મળનાર સ્થાયી સમિતીની બેઠકમાં વણી લેવાયા છે. જેમાં સરદાર ગેઇટ, મજેવડી ગેઇટ, સુભાષચંદ્ર બોઝ પ્રોત્સાહન યોજના, વિર સાવકર સાહસ વૃધ્ધી યોજના, કર્મદિપ એવોર્ડ યોજના સહિતનાં કામને એજન્ડામાં વણી લેવામાં આવ્યાં છે. આ અંગે બેઠકમાં નિર્ણય કરાશે.


