ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ટીમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી થતા વાહન વ્યવહાર મંત્રી, ટ્રાફિકક્ધટ્રોલર, જુનાગઢ ડેપોમેનેજર, ગીર સોમનાથ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ કોડીનારથી રોજ બપોરના 2-30 કલાકે ઉપડી સાંજના 7થી 7-30 આસપાસ બગસરા પહોંચતી હતી આ બસ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે આ બસ કોડીનાર ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે આ બસ કોડીનાર બગસરા છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવી છે કોડીનાર ડેપોમાં સ્ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધરી બસ બંધ કરી દેવામાં આવેલ છે અને આ બસ કયારે ચાલુ થાય તે નક્કી નથી કોડીનાર ડેપોની આ બસ પાંચ તાલુકાને જોડતી બસ છે કોડીનાર, તાલાલા, મેંદરડા, વિસાવદર, બગસરા પાંચતાલુકાના પેસેન્જરો આ બસમાં મુસાફરી કરે છે તો આ બસ વહેલાંમાં વહેલી તકે ચાલુ કરાવીઆપવા નમ્ર વિનંતી છે.
- Advertisement -
કોડીનાર થી પાંચ તાલુકાને જોડતી એક જ બસ હતી અને આ બસની કન્ડિશન પણ ખૂબ ભંગાર હાલતમાં હતી તો આ બસને રેગ્યુલર ચલાવવામાં આવેતેમજ આવક તેમજ જાવક માટે એક જ બસનો ઉપયોગ થાય છે તે બસ લોકોને ખુબજ ઉપયોગી છે અને તેને નિયમિત રીતે સમયસર ચલાવવા તથા નવી એસ.ટી.બસ ફાળવવા લોકોની તથા ટીમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબીકારણની હોય તાત્કાલિક આ સમયે એસ.ટી.બસને ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટીમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી/ કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જ્વાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટીમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.