વાલીઓને 3થી 6 વર્ષના બાળકોની દૈનિક પ્રવૃત્તિઓ વ્હોટ્સએપ્પ ગ્રુપ તથા એપ્લિકેશનના માધ્યમથી મળી રહે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલીકાના ઈંઈઉજ અર્બન ઘટક 1, 2 અને 3માં જે બાળકો આંગણવાડી છોડી અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તેવા 103 બાળકોએ આંગણવાડીમાં પુન: પ્રવેશ મળ્યો છે. જેમાં આઈ. સી. ડી. એસ. અર્બન ઘટક-3માં ભોલેનાથ-4 અને કીટીપરા-1ની કામગીરી ઉતમ રહી છે અને કુલ 11 બાળકોએ પુન: પ્રવેશ મેળવ્યો છે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારના કુલ 58 બાળકોએ આંગણવાડીમાં પુન: પ્રવેશ મળ્યો છે. બાળકોના વાલીઓને વોટસઅપ ગૃપ દ્વારા દૈનિકથી મેટિક પ્રવૃત્તિઓ, બાળ દિવસની સુંદર ઉજવણી, ડિજિટલ કેલેન્ડર લિંક, ઉંબરે આંગણવાડી એપિસોડ, પ્રિ સ્કૂલ કીટનો યોગ્ય ઉપયોગ, બાળ અભિનય ગીત, ઝકખના ઉપયોગ સાથે બાળવાર્તા, વાલી મીટીંગ, મારી વિકાસ યાત્રા એપ્લિકેશનના માધ્યમથી બાળકોના વિકાસ અંગે રીપોર્ટ વગેરે બાબતોની દૈનિકની પ્રવૃત્તિઓ વાલી વોટસઅપ ગ્રુપમાં 3 થી 6 વર્ષના બાળકોના માતા – પિતાને મોકલવામાં આવે છે.આંગણવાડીમાં પાયાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવે છે. આંગણવાડીમાં બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે હેતુથી ઇનચાર્જ પ્રોગ્રામ ઓફિસર અને સંકલિત બાળવિકાસ યોજના અધિકારી 1, 2, અને 3ના માર્ગદર્શન હેઠળ તમામ ઘટકના ઙજઊ દ્વારા આ બાળકો આંગણવાડીમાં પુન: પ્રવેશ મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે.
- Advertisement -