– એફપીઓ રદ કરવા અને શેર ઘટવા અંગેની માહિતી માંગી
અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગની રિપોર્ટ સામે આવ્યા પછી ભારતના બિઝનેસમેન ગૌતમ અદાણીની સ્થિતિ ખરાબ થતી જાય છે. આદાણીની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંઘાયો છે. જેના કારણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ઘટાડો આવ્યો છે.
- Advertisement -
રિપોર્ટ સામે આવ્યા પહેલા ગૌતમ અદાણી દુનિયાના ટોપ-10 અરબપતિઓની લિસ્ટમાં ત્રીજા નંબર પર હતા. ભારતના સૌથી ધનીક વ્યક્તિ બનવાનો તાજ પણ તેમના શીરેથી છિનવાઇ ગયો. આ વચ્ચે અદાણી ગ્રુપએ ઓક મોટો નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, તેઓ અદાણી ઇન્ટરપ્રાઇઝ લિમિટેડના જાહેર કરેલા 20 હજાર કરોજના ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે FPO ને રદ કરે છે. તેમણે એફપીઓને કેન્સલ કરી દીધા. તેઓ આ એફપીઓમાં લગાવેલા નિવેશકોના પૈસાને પણ પાછા આપી દેશે. હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક વીડિયો મેસેજમાં એફપીઓને રદ કરવાની જાણકારી આપી છે.
બીજી તરફ અદાણી ગ્રુપના એફપીઓને રદ કરતા તેના શેરમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ ભરાયેલા એફપીઓ રદ થતા અદાણી ગ્રુપના શેરમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Opposition demands Joint Parliamentary Committee probe into Hindenburg report against Adani Enterprises
- Advertisement -
Read @ANI Story | https://t.co/RGdB3tE2Ow#JPC #Congress #Parliament #BudgetSesssion2023 #HindenburgReport pic.twitter.com/BOcPz914j3
— ANI Digital (@ani_digital) February 2, 2023
RBIએ બેંક પાસેથી અદાણી ગ્રુપને આપેલી લોનની જાણકારી આપી
રિઝર્વ બેંકએ દેશની બધી બેંક પાસેથી અદાણી ગ્રુપને આપેલી લોનની જાણકારી માંગી છે. આરબીઆઇના ઓફિસરોએ આના પર કમેન્ટ કરવા પર મનાઇ ફરમાવી છે, તેમણે આ ગુપ્ત માહિતી નામ વગર જણાવી છે.
બજેટ સત્રના બીજા દિવસે અદાણીની બાબાત પર સંસદમાં ઉગ્ર ચર્ચા ચાલી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી નેતા ગૌતમ અદાણીને લઇને જાહેર કરેલા હિંડનબર્ગ રિપોર્ટ પર જાણકારી માંગી હતી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, LIC, SBI સહિત બીજી સરકારી સંસ્થાઓમાં જે લોકોના પૈસા છે, તેમની તપાસ થવી જોઇએ અને તેમની પ્રતિદિવસ રિપોર્ટ સામાન્ય લોકોની સામે જાહેર કરવી જોઇએ.