ઠાકોર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી કડક સજાની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે ચારેક દિવસ અગાઉ પોતાના ઘર નજીક રહેતી પાચ વર્ષની બાળકી પર 40 વર્ષીય નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી જોકે સ્થાનિક પોલીસે પણ ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સને ઝડપી લીધો હતો ત્યારે આ પ્રકારના કિસ્સાથી સમગ્ર પંથકમાં દુષ્કર્મ આચરનાર શખ્સ સામે રોષ ફેલાયો છે તેવા ઠાકોર સમાજ દ્વારા આ પ્રકરણને લઇ ધ્રાંગધ્રા મલમતદર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં આ પ્રકારના મિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ ઝડપી ચાર્જશીટ કરી સ્પેશિયલ કોર્ટ દ્વારા કેશને ઝડપી ચલાવી દુષ્કર્મ આચરનાર શખ્સને ફાશીની સજા આપવામાં આવે જેથી સમાજમાં દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. જ્યારે ઠાકોર સમાજના ધીરુભાઈ હરેજા, પ્રહલાદભાઈ ઠાકોર, ઘનશ્યામભાઈ સંઘાણી સહિતના આગેવાનો જોડાયા હતા.



