એમડી સાથે પકડાયેલ શખસને પરિવાર સાથે મુલાકાત વેળાએ છાતીમાં દુખાવો ઉપડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેતા કાચા કામના કેદીને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રામનાથપરા જિલ્લા ગાર્ડન પાસે ઘાંચીવાડમાં રહેતા અને મધ્યસ્થ જેલમાં જેલવાસ ભોગવતા ઇરફાન અબ્બાસ પટણી ઉ.48ને મંગળવારે સાંજે છાતીમાં દુખાવો ઉપડતાં જેલના સિપાહી ધર્મેશ ડોડિયા સહિતનો સ્ટાફ તેને લઇને સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો તબીબોએ અનેક પ્રયાસ કર્યા છતાં ઇરફાનને બચાવી શકાયો ન હતો અને મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો ઇરફાન એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે 2022માં ઝડપાયો હતો અને ત્યારથી તે જેલમાં હતો મંગળવારે સાંજે ઇરફાનની તેના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત હતી. જેથી પરિવારજનો જેલે પહોંચ્યા હતા. મુલાકાત ચાલુ હતી ત્યારે ઇરફાનને છાતીમાં દુખાવો ઉપડતાં મુલાકાત ટૂંકાવી હતી અને ઇરફાનને લઇ સિપાહી સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. કેદી ઇરફાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.