ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કીંગમાં બીજા નંબરે
બોલર્સ રેન્કીંગમાં ટોપ-5માં ટીમ ઈન્ડિયાના બે બોલર
- Advertisement -
બેટર્સ રેન્કીંગમાં ઑસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પ્રથમ ક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં અત્યારે આઈપીએલના પ્લેઑફ મુકાબલા રમાઈ રહ્યા છે તેની વચ્ચે જ આઈસીસીએ ટેસ્ટ રેન્કીંગ જાહેર કર્યું છે. ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ફરીથી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન ઑલરાઉન્ડર બન્યો છે જ્યારે રવિચંદ્રન અશ્ર્વીન બીજા નંબરે છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ બેટર્સ રેન્કીંગમાં ટોપ-10માં છવાઈ ગયા છે. રવીન્દ્ર જાડેજા અત્યારે દુનિયાનો નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર છે જેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્ર્વીનનો નંબર આવે છે જેને 341 પોઈન્ટ મળ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર 336 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ઑલરાઉન્ડર ઉપરાંત જો બોલર્સ રેન્કીંગ જોવામાં આવે તો તેમાં ટોપ-5માં પાંચ ભારતીય છે. રવિચંદ્રન અશ્વીન બીજા અને જસપ્રીત બુમરાહ ત્રીજા નંબરે છે. જ્યારે આ યાદીમાં પેટ કમીન્સ પ્રથમ ક્રમે છે તો પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદી ચોથા અને ન્યુઝીલેન્ડનો કાઈલ જેમીસન પાંચમા ક્રમે છે. બેટર્સની રેન્કીંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો જલવો જળવાયેલો છે. જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઑસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે.
તો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે 8મા તો કોહલી 742 પોઈન્ટ સાથે દસમા ક્રમે છે. ટેસ્ટ ટીમ રેન્કીંગ પર નજર કરવામાં આવે તો ટીમ ઈન્ડિયા નંબર-2 બની છે. જ્યારે ઑસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર વન છે. ટેસ્ટ ઉપરાંત ટી-20માં ટીમ ઈન્ડિયા પહેલાં તો વન-ડે રેન્કીંગમાં ચોથા ક્રમે છે.