187 વિકેટ લીધી; ચેન્નઈ સહિત 5 ટીમમાં સામેલ હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લીધી છે. અશ્વિન હવે IPL 2026માં જોવા મળશે નહીં. અશ્વિને સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી અને તેના બધા ચાહકો અને ટીમનો આભાર માન્યો.
- Advertisement -
અશ્વિન IPL 2025માં CSK ટીમનો ભાગ હતો, પરંતુ તેણે ઘણી મેચ રમી ન હતી. તેણે આ વર્ષે 20 મેના રોજ IPL માં તેની છેલ્લી મેચ રમી હતી. ટીમમાંથી તેને રિલીઝ કરવા અંગે પણ ચર્ચાઓ થતી હતી.
IPLમાં 221 મેચ રમી ચૂકેલા અશ્વિન પાસે 187 વિકેટ (ઇકોનોમી રેટ 7.29) અને 833 રન (સ્ટ્રાઇક રેટ 118) છે. તેણે ગયા સીઝનમાં ઈજઊં માટે 9 મેચ રમી હતી.
અશ્વિનને CSKએ મેગા ઓક્શનમાં 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેના કારણે તે 9 વર્ષ પછી તેની હોમ ફ્રેન્ચાઇઝીમાં પાછો ફર્યો હતો. 2016 થી 2024ની વચ્ચે, તે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. તેણે ઈજઊં સાથે તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2008 થી 2015 સુધી તે ટીમ સાથે રહ્યો હતો. અશ્વિને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ’એવું કહેવાય છે કે દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, IPL ક્રિકેટર તરીકેનો મારો સમય આજે પૂરો થાય છે પણ અનેક લીગમાં રમવાનો મારો સમય આજથી શરૂ થાય છે.’
’હું બધી ફ્રેન્ચાઇઝીઓનો વર્ષોથી અદ્ભુત યાદો અને સંબંધો માટે આભાર માનું છું, અને સૌથી અગત્યનું, IPL અને BCCIનો તેમણે મને અત્યાર સુધી આપેલી તકો માટે આભાર માનું છું. આગળ જે કંઈ છે તેનો આનંદ માણવા અને તેનો પુરો લાભ લેવા માટે આતુર છું.’