400થી વધુ કિટનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સંતકબીર રોડ પર સાળીબાર સાખ સાધુ સમાજના અધ્યક્ષ બાલકૃષ્ણભાઈ ગોંડલીયા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગરીબ વર્ગના લોકો માટે રાસન કિટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના 400 લોકોએ ભાગ લીધો હતો. સાળીબાર સાખ યુવક મંડળ દ્વારા આવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ગરીબ વર્ગના લોકો ને બને તેટલી મદદ પણ કરવામાં આવે છે. ગરીબ વર્ગના બાળકો અને દર્દી આને પણ આથીક લાભ મળે તેવા પ્રયાસો કરવા આવે છે કોરોના સમયમાં પણ સાળિબાર શાખા સાધુ સમાજ દ્વારા અનેક લોકોની મદદ કરી હતી.