સૌરાષ્ટ્રમાં 1.38 લાખ વધુ રેશનકાર્ડ રદ્દ : રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં અસર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.11
- Advertisement -
સૌરાષ્ટ્રમાં આધારકાર્ડ લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ થશે. જેમાં સૌરાષ્ટ્રમાં 1.38 લાખ વધુ રેશનકાર્ડ રદ્દ થતા હાલાકી પડશે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને હાલાકી પડશે. તેમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં અસર થશે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં મોટી અસર થઇ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આધારકાર્ડ લિંક ન હોઈ તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં 1 લાખ 38 હજારથી વધુ રેશનકાર્ડ રદ્દ થઈ જતા દેકારો બોલી ગયો છે. તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારિકા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં અસર થશે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ મળશે નહિ.
આ રીતે આધારકાર્ડ ઑનલાઈન લિંક કરો
– સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ. ‘start now’ પર ક્લિક કરો.
– તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. ‘rationcard benefit ના વિકલ્પ પર ક્લિક કરો.
– તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
– વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક otp આવશે. otp ભર્યા પછી તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે.
– પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.
રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી
જો તમે મોદી સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. અંત્યોદય અન્ન યોજનાનો લાભ પણ ત્યારે જ મળશે, જ્યારે તમારું રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે
લિંક હશે.