ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે
ખાસ-ખબર સંવાદદાતા
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થઈ હતી. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ જગન્નાથજીના ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાને મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા અને અંતમાં ભગવાન જગન્નાથજીને મંદિરની બહાર લાવી રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ સમગ્ર વિધિ બપોર સુધી ચાલી હતી. ત્યારબાદ રથયાત્રા શરૂ કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથ આજે સાંજે લગભગ 6 વાગ્યા સુધીમાં ગુંડીચા મંદિર પહોંચે તેવી શક્યતા છે. ત્યાં ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 7 દિવસ રોકાશે. આ પછી, પંચાંગ અનુસાર, તેઓ અષાઢ મહિનાની શુક્લ પક્ષની દસમી તારીખે એટલે કે 28 જૂને મંદિરમાં પાછા ફરશે. મંદિર સુધીની આ યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે.
- Advertisement -
પાછળ ભગવાન જગન્નાથનો રથ
પરંપરાના કારણે ભગવાન બલભદ્રનો રથ પહેલા રહે છે. તે લગભગ 45 ફૂટ ઊંચું અને લાલ અને લીલા રંગનું છે. તેમાં 14 પૈડાં છે. જેનું નામ ‘તાલધ્વજ’ છે. તેની પાછળ સુભદ્રાનો ‘દેવદલન’ નામનો 44 ફૂટ ઊંચો લાલ અને કાળો રથ છે. તેમાં 12 પૈડાં છે. અંતમાં ભગવાન જગન્નાથનો રથ હશે. તેનું નામ ‘નંદીઘોષ’ છે. જેનો રંગ પીળો છે અને લગભગ 45 ફૂટ ઉંચો છે. તેમના રથમાં 16 પૈડાં છે. તેને સજાવવા માટે લગભગ 1100 મીટર કાપડની જરૂર પડે છે.