ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી માટી મારો દેશ માટીને નમન વીરોને નમન કાર્યક્રમ અંતર્ગત શહેરના જુદા જુદા વોર્ડમાં રથ સાથેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જોષીપરા વોર્ડ 6માં વિવધ જગ્યાએ રથ ફેરવીને દેશભક્તિ ઉજાગર કરી હતી આ કાર્યક્રમ માં ધારાસભ્ય સંજયભાઈ કોરદિયા ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા શહેર પ્રમુખ પુનીતભાઈ શર્મા તથા વોર્ડના આગેવાનો તથા કાર્યકરો સાથે મહિલા મોરચા ના બહેનો જોડાયા હતા તેની સાથે સ્થાનિક રહીશોએ મારી માટી મારો દેશ માટીને નમન કરી સપથ લેવામાં આવ્યા હતા વીરોને વંદન કરવામાં આવેલ.