રવિવાર સુધીમાં તમામ માહિતી પહોંચાડવા આયોજકોને પોલીસ કમિશનરની સૂચના
ગણેશ પંડાલમાં શ્રેષ્ઠ સુશોભન, વ્યવસ્થા અને નિયમોનું પાલન કરનાર ગણેશ મહોત્સવને રોકડ પુરસ્કારથી સન્માનિત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને અને સુચારૂ રૂપે નવરાત્રી પર્વ ઉજવાય તેને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નવરાત્રી રાસોત્સવના આયોજકો સાથે મિટીંગ યોજી હતી. જેમાં પોલીસ કમિશનરે કઈ કઈ બાબતોનું રાસોત્સવ દરમિયાન ધ્યાન રાખવું જેની સૂચના આપવામાં આવી હતી. તેમજ આયોજનની પૂરતી વિગત ન આપનાર રાસોત્સવને સોમવારે શરૂ નહીં થવા દેવાય તેમ પણ જણાવ્યું હતું.
રવિવાર સુધીમાં તમામ માહિતી પહોંચાડવા આયોજકોને પોલીસ કમિશનરની સૂચના આપી હતી. આ સિવાય ગણપતિ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલમાં શ્રેષ્ઠ સુશોભન, વ્યવસ્થા અને નિયમોનું પાલન કરનાર ગણેશ મહોત્સવને રોકડ પુરસ્કાર, મોમેન્ટો, પ્રશસ્તિપત્ર આપી 13 મંડળોને સન્માનિત કરાયા હતા.