સમિતિની 90 વર્ષની ગૌરવયાત્રાની ઉજવણી: 70 સેવિકાઓએ ઘોષના તાલ સાથે પથ સંચલન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.20
ગીર સોમનાથના ભીડિયા પ્લોટ વિસ્તારમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા તેની 90 વર્ષીય ગૌરવમય યાત્રાની ઉજવણીના ભાગરૂપે નવોત્સાહ પથ સંચલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પથ સંચલનમાં સમિતિની 70 જેટલી સેવિકાઓએ ઘોષના તાલ સાથે ભીડિયા વિસ્તારના વિવિધ માર્ગો પર ભાગ લીધો હતો. સંચલન દરમિયાન સ્થાનિક સમાજો અને પરિવારો દ્વારા ભગવા ધ્વજનું પૂજન કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતિ: આ કાર્યક્રમમાં કાર્યવાહીકા તરીકે સુરક્ષાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ જિલ્લા પ્રચારક પ્રણવભાઈ પંડ્યા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. પ્રણવભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્ત્રીશક્તિની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓના યોગદાનના મહત્વને ઉજાગર કર્યું હતું અને સમિતિની 90 વર્ષની યાત્રા બાદના કાર્યવિસ્તાર અંગે માહિતી આપી હતી.