ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગઇકાલ ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. ત્યારે જિલ્લાના માણાવદર તાલુકામાં એક ઇંચ વરસાદ પડતા શહેરનો રસાલા ડેમ વધુએકવાર ઓવરફલો થયો હતો. જયારે મેંદરડા અને ભેંસાણમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકી જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. સારા વરસાદના લીધે ખેતી પાકને ખુબ ફાયદો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ આગામી દિવસોમાં સારા વરસાદની ખેડૂતો રાહ જોઇને બેઠા છે. જયારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
માણાવદરમાં એક ઇંચ વરસાદ પડતા રસાલા ડેમ ઓવરફલો થયો
