ગુજરાત હાઈકોર્ટે કહ્યું- કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધુમાડો ઊઠે નહીં
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગાંધીનગરની એક મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. જેમાં કોર્ટ સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ પોલીસમાં અરજી આપ્યા બાદ જ્યારે નિવેદન લેવા બોલાવી તો આવી નહિ અને સેટલમેન્ટનો પ્રયત્ન કર્યો હતો. ખકઅ અને ફરિયાદી બંને પુખ્ત વયના છે. જેથી કોર્ટે પ્રશ્ર્ન કર્યો હતો કે, તો શું રેપ ના થઈ શકે? સરકારી વકીલે જણાવ્યું હતું કે, મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેણે જે અરજી આપી હતી તેમાં ખોટી બાબતો દર્શાવી હતી. કોર્ટે શાનમાં સમજાવતા કહ્યું હતું કે, આખરે તે અરજી પોલીસ સમક્ષ અપાઈ હતી! પણ કોર્ટ સમક્ષ સોગંદ ઉપર અરજી કરાઈ છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસે તપાસનું કામ કર્યું તો પણ મહિલા વારંવાર અરજી કરે છે. 2020ની ઘટનામાં ફરિયાદ નોંધાયાના 08 મહિના બાદ વર્ષ 2021માં અરજી આવી હતી. પોલીસ તપાસ કરે, મહિલા સમાધાન કરે અને પછી ફરી અરજી કરે! જો કે, કોર્ટે રોકડું પરખાવ્યું હતું કે, ઈંઙઈ 376 અંતર્ગત દુષ્કર્મના આક્ષેપમાં પહેલાં FIRનોંધાય તો FIR કર્યા પહેલાં પ્રાથમિક તપાસ કેમ કરાઈ? સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના ચુકાદાને નથી જોયો? કોર્ટે સરકારી વકીલને કાયદાના પાઠ ભણાવતા પૂછ્યું હતું કે, કયા કેસોમાં પ્રાથમિક તપાસ કરવામાં આવે? જેના જવાબમાં સરકારી વકીલે સિવિલ કેસો અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અરજદાર મહિલાનાં 04 વખત નિવેદન લેવા અને FIR કરવા બોલાવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે અરજદાર મહિલાને પોલીસે 04 વખત બોલાવી, જ્યારે તેને લેખિતમાં અરજી આપી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, તેને સહી લેવા બોલાવવામાં આવી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે, તો એમાં ચાર વખત કેમ નિવેદન લો છો? ઋઈંછ પહેલાં શેની તપાસ?
આ સુનાવણીમાં કેટલાક ન્યૂઝ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે ટકોર કરી હતી કે, પોલીસમાં માણસાઈ જોઈએ, વારેઘડીએ મહિલાને કેમ પોલીસ મથકે બોલાવતા હતા? પોલીસ કેમ સામે ચાલીને ફરિયાદ નોંધવા ના ગઈ? સરકારી વકીલે કહ્યું હતું કે, પહેલા સમાધાન કર્યું અને પછી ફરિયાદ નોંધવા અરજી આપી. વળી મહિલા જે ઘટનાસ્થળ વર્ણવે છે, તેવું સ્થળ છે જ નહીં. જેથી કોર્ટે કહ્યું હતું કે, પહેલા ફરિયાદ નોંધીને આ બધી તપાસ કરવાની હોય. સરકારી વકીલે કહ્યું હતું કે, આ ત્રીજો બનાવ છે કે, અરજદાર મહિલા બ્લેકમેલ કરે છે, અરજદાર મહિલા અને તેની ભત્રીજી મારફતે તેને બે વ્યક્તિને બ્લેકમેલ કર્યા છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, પણ તમે જજ કેમ બનો છો? કોઈના કેરેક્ટરને સર્ટિફિકેટ આપો નહીં! તેનો ઇતિહાસ ખરાબ હોય પણ તેનો મતલબ એમ નથી કે તેનું શોષણ થાય! તમે ઋઈંછ બાદ તપાસ રિપોર્ટ કર્યો હોત તો બરોબર હતું, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહિ!
કોર્ટે સરકારી વકીલને કાયદાની ચોપડી વંચાવી કાયદાનું ભાન કરાવ્યું
સરકારી વકીલે કોર્ટને ઈશારામાં જણાવ્યું હતું કે, કોઈને કશું મળે નહીં એટલે તેને મેળવવા કાયદાનો દુરુપયોગ કરાય છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, તે બરોબર પણ કાયદા શું કહે છે? આવા કેસમાં પહેલા ફરિયાદ નોંધાવી જોઈએ. કોર્ટે સરકારી વકીલને કાયદાની ચોપડી વંચાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ધારાસભ્યને બચાવવા મહિલાની ફરિયાદ નોંધાઈ નથી. જેથી સરકારી વકીલે કહ્યું હતું કે, ખકઅને કોઈ બ્લેકમેલ કરતું હોય તો તેનાથી પણ બચાવવા પડે. કોર્ટે જવાબ આપ્યો હતો કે, આગ વગર ધુમાડો ઊઠે નહીં. કોર્ટ સમક્ષ મુકાયેલા ફોટા બતાવીને કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, આ ફોટા જોયા? ફોટામાં ધારાસભ્ય છે ને તમે ફરિયાદીનું ચરિત્ર હનન કરો છો! તો તમારા ખકઅનું ચરિત્ર જુઓ! ઈંઙઈ 406 અને 420માં તપાસ વગર ઋઈંછ ફાટે છે અને ઈંઙઈ 376માં પૂર્વ તપાસ કરો છો. આવી કાર્યવાહી બદલ પોલીસ ઉપર પણ ફરિયાદ થઈ શકે છે. ખકઅને બચાવવા ઋઈંછ પહેલા પાંચ વખત તપાસ કરવામાં આવી છે.