Don 3નાં મેકર્સે ફિલ્મની ઘોષણા બાદ ફિલ્મનો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે જેમાં રણવીર સિંહે શાહરૂખને રિપ્લેસ કર્યું છે. જુઓ ધમાકેદાર વીડિયો.
હાલમાં જ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહે પોતાની એક્ટિંગ સ્કીલથી બોલિવૂડ લવર્સને ખુશ કરી દીધાં છે ત્યારે હવે DON 3નાં મેકર્સે પણ શાહરૂખને રણવીર સિંહથી રિપ્લેસ કરવાનો નિર્ણય કરતાં મૂવીનો પ્રોમો શેર કર્યો હતો.વીડિયો શેર કરતાં મેકર્સે લખ્યું,’એક નવા યુગની શરૂઆત. #Don3′
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
રણવીર સિંહ બનશે નવા ડોન
ફરહાન અખ્તર દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ ડોન 3 માં રણવીર લીડ રોલમાં જોવા મળશે. પ્રોમો વીડિયોની શરૂઆત જ રણવીરનાં અવાજથી થઈ રહી છે જેમાં તે કહે છે,’સિંહ જે સૂતો છે, તે ક્યારે જાગશે? બધાં આ જ પૂછી રહ્યાં છે. તેમને કહી દો કે ફરી જાગી ઊઠ્યો છું હું, ફરી સામે આવવા… શું છે તાકાત મારી, શું છે હિમ્મત મારી , ફરી દેખાડવા… મોતથી રમવું એ જ જીવન છે મારું, જીતવું મારું કામ છે…’
2025માં રિલીઝ થશે ફિલ્મ
વીડિયોનાં અંતમાં રણવીર સિંહનો જબરદસ્ત લૂક દેખાઈ રહ્યો છે. એક્સેલ એન્ટરટેનમેંટનાં રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા બનેલ આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે.
ડોનની લીગસી અંગે ફરહાન અખ્તર શું માને છે?
મંગળવારે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ડોન 3 ની ઘોષણા કરી હતી. તેમણે લખ્યું કે 1978માં સલીમ-જાવેદે એક કેરેક્ટર બનાવ્યું. મિસ્ટર બચ્ચને એ કેરેક્ટરને ઘણી સારી રીતે નિભાવ્યું. 2006 માં ડોનની કહાણીની ફરી કલ્પના કરવામાં આવી જેમાં શાખરૂખ ખાને પોતાનું કેરેક્ટર સારી રીતે રજૂ કર્યું. હવે ડોનની લીગસીને આગળ વધારવાનો સમય આવી ગયો છે. તેની સાથે એક એવા એક્ટર જોડાવાનાં છે જેના ટેલેન્ટ અને વર્સટેલિટીને હું એડમાયર કરું છું. મને આશા છે તમે પણ તેને એટલો જ પ્રેમ આપશો જે તમે મિસ્ટર બચ્ચન અને શાહરૂખને આપ્યો હતો. 2025માં ડોનનાં એક નવા યુગની શરૂઆત થશે.