જિયાનીસ એન્ટેકોનમ્પો એનબીએમાં મિલવૌકી બક્સ માટે રમે છે. મિલવૌકી બક્સ હાલમાં સિઝન પહેલા તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે અબુ ધાબીમાં છે. ટીમ ત્યાં બે પ્રી-સીઝન મેચ રમવા ગઈ છે.
નેશનસ બાસ્કેટ બોલને બોલિવૂડ ગીત પર નચાવ્યો
- Advertisement -
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહનો સ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. આર્સેનલ માટે તેમના પ્રખર સમર્થનથી લઈને ભારતીય ક્રિકેટરો માટેના તેમના પ્રેમ સુધી તેઓ રમતગમત માટે જબરદસ્ત જુસ્સો ધરાવે છે. આ સિઝનની શરૂઆતમાં તે ઓલ સ્ટાર ફૂટબોલ મેચમાં જોવા મળ્યો હતો. હવે તે એનબીએ (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન)ના સ્ટાર ખેલાડી જિયાનિસ એન્ટેટોકોનમ્પો સાથે જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયામાં લોકોનો મળ્યો સારો પ્રતિસાદ
શુક્રવારે રણવીરે જિયાનિસ સાથેનો એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં બંને સુપરહિટ ગીત તતડ-તતડ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ ગીત રણવીરની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ નું છે. જિયાનિસ રણવીરની જેમ જ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બંનેનો ડાન્સ કરતો વિડીયો જાણીતા એક્ટર ટાઈગર શ્રોફે પણ લાઈક કર્યો છે.
- Advertisement -
View this post on Instagram
ઘણાં સ્ટારે કર્યા વખાણ
સાથે જ શ્રેયસ અય્યરે કમેન્ટ કરીને જિયાનીસને લીજેન્ડ કહ્યા, ટાઈગર અને શ્રેયસ અય્યર ઉપરાંત કોમેડિયન તન્મય ભટ્ટને પણ રણવીર- જિયાનીસનો આ વિડીયો ખૂબ જ પસંદ પડ્યો છે. ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ ફિલ્મ 2013માં આવી હતી. જેમાં રણવીર સાથે તેની પત્ની દીપિકા પાદુકોણે પણ કામ કર્યુ હતુ. સંજય લીલા ભણસાલી આ ફિલ્મના ડાયરેક્ટર હતા.
જિયાનીસ એન્ટેકોનમ્પો એનબીએમાં મિલવૌકી બક્સ માટે રમે છે. મિલવૌકી બક્સ હાલમાં સિઝન પહેલા તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે અબુ ધાબીમાં છે. ટીમ ત્યાં બે પ્રી-સીઝન મેચ રમવા ગઈ છે. મિલવૌકી બક્સ તેમની પ્રથમ મેચ એટલાન્ટા હોક્સ સામે હારી ગયા હતા. તેની પાસે શનિવારે આ હારનો બદલો લેવાની તક હશે.