રણવીર સિંહ તેની બહેન સાથે સની દેઓલના પુત્ર કરણ દેઓલના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી. હાલ રણવીર સિંહનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલની સંગીત સેરેમનીમાં ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા. કરણ લાંબા સમયથી દિશા આચાર્ય સાથેના લગ્નને લઈને ચર્ચામાં હતો. કરણ અને દિશાના સંગીત ફંક્શનમાં રણવીર સિંહએ પણ હાજરી આપી હતી. રણવીર સિંહે સંગીત ફંક્શનમાં તેના ડાન્સથી ચાર-ચાંદ લગાવી દીધા હતા. રણવીર સિંહ ફંક્શનમાં જતા જ પહેલા સની દેઓલને ગળે લગાવ્યો અને પછી પુત્ર કરણ દેઓલને ગળે લગાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ તેની બહેન રિતિકા સિંહ ભવનાની સાથે સની દેઓલના પુત્ર કરણ દેઓલના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રણવીર સિંહ સિનિયર સ્ટાર સની દેઓલને પ્રેમથી ગળે લગાવતો જોવા મળે છે. રણવીર અન્ય મહેમાનો સાથે વાતચીત કરતો અને તેમની સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો.
રણવીર સિંહનો ડાન્સ વીડિયો –
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ કરણ દેઓલ અને દિશા આચાર્યના સંગીત ફંક્શનમાં ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. એક્ટરે ફંક્શનમાં પોતાની તોફાની સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધું હતું. રણવીરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સની દેઓલના પુત્ર કરણ દેઓલ સાથે જોવા મળી રહ્યો છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે અને બંનેનો એક ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ કરણ દેઓલને ઉઠાવીને ડાન્સ કરતો જોવા મળે છે.
View this post on Instagram
આ વીડિયો જોયા બાદ ફેન્સ રણવીરના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘રણવીર સિંહ એક શાનદાર વ્યક્તિ છે. હંમેશા ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે.’