કેન્દ્રની નોટિસ બાદ યુટ્યુબે દૂર કર્યો વિવાદિત વિડીયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
કોમેડિયન સમય રૈનાના શો ’ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં વિવાદિત નિવેદનને લઈને યુટ્યુબ અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. એકબાજુ જ્યાં વિવાદિત નિવેદનને લઈને રણવીર સહિત શોના પાંચ જજ પર કેસ દાખલ થઈ ચુક્યો છે, તો બીજી બાજુ હવે સંસદમાં પણ આ મુદ્દાએ તુલ પકડ્યું છે. બીજી બાજુ પાંચ પોલીસ અધિકારીઓની ટીમ મંગળવારે (11 ફેબ્રુઆરી) બપોરે મુંબઈના વર્સોવામાં યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી છે. જણાવી દઈએ કે, રણવીર અલ્હાબાદિયા પર સમય રૈનાના કાર્યક્રમમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ નિવેદનનો આરોપ લાગ્યો છે.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આઈટી બાબતોની સંસદીય સમિતિ આ મામલે રણવીર અલ્હાબાદિયાને નોટિસ મોકલવા પર વિચાર કરી રહી છે. આ સમિતિ રણવીરને સમન્સ મોકલી શકે છે. એક દિવસ પહેલાં જ સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે માંગ કરી તો તેમને જણાવવામાં આવ્યું કે, ઘણાં અન્ય સાંસદોએ પણ આવી માંગ કરી છે. આઈટી અને સંદેશાવ્યવહારની સંસદીય સમિતિ સૂચના અને પ્રસારણ સચિવ અને આઈટી સચિવને બોલાવશે.
AICWAએ યુટ્યુબને વિવાદિત વીડિયો હટાવવનો નિર્દેશ કર્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે, ત્યારબાદ વીડિયોને દૂર કરવામાં આવ્યો. કેસ દાખલ થયા બાદ ઈન્ડિયા ગોટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે. શો દરમિયાન રણવીરના નિવેદનથી લોકો રોષે ભરાયા હતા. ત્યારબાદ સમય રૈનાના શો પર અશ્લીલ સવાલ પૂછનારા રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી પોતાના નિવેદનને લઈને માફી માંગી છે.
રણવીર અલ્હાબાદિયાના વિવાદ બાદ મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબ શૉ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સામે કેસ દાખલ કર્યો છે. કુલ 30થી 40 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
- Advertisement -
સંસદીય સમિતિ આ મામલે રણવીર અલ્હાબાદિયાને નોટિસ મોકલવા પર વિચારણા
છોકરીઓ પર કોમેન્ટ, તો ક્યારેક ખોટા દાવાના કારણે ટ્રોલ થઇ ચૂક્યો છે રણવીર
રણવીર અલ્લાહબાદિયા પહેલા પણ ઘણા વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. આ વિવાદોને કારણે, રણવીર ઘણીવાર સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. પરંતુ આ વખતે યુટ્યુબરે બધી હદો વટાવી દીધી છે અને આ જ કારણે રણવીર અલ્હાબાદિયા હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
આ પહેલા પણ રણવીર વિવાદોમાં ફસાયેલા છે. 2021માં, તેણે એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે મહિલાઓના કપડાં પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીએ તેને મોટા પાયે ટ્રોલિંગનો સામનો કરાવ્યો.
2023માં, રણવીરે પોડકાસ્ટ પર એક વકીલને પ્રશ્ન કર્યો હતો કે, “તમારા મતે ભારતના એવા લોકો કોણ છે, જેઓ આ દેશ છોડવા જોઈએ?” આ પ્રશ્નને પગલે, વકીલએ ત્રણ વ્યક્તિઓના નામ લીધા, જેમાં એક પત્રકાર અને બે ઇતિહાસકારો હતા. આ વીડિયોને કારણે પણ રણવીર અને તે વકીલને આકરા ટીકા મળી.
ખોટા દાવાની પરેશાની
2014માં, રણવીરે એક દાવો કર્યો હતો કે કેરળના મલપ્પુરમ વિસ્તારમાં ઇસ્લામિક કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જે ખોટો સાબિત થયો. આને કારણે તે સોશિયલ મીડીયાએ ભારે ટીકા કરી. જ્યારે રણવીર ફરતો જીમમાં પોતાના ફિટનેસ વિડિઓઝ શૂટ કરતો હતો, ત્યારે તે કહેતો હતો કે, “આને લીધે જીમના અન્ય ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હતી.” જેના કારણે તેને જીમમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યું.
2 કરોડની લાલચ આપી !
‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ શોમાં રણવીરે એક સ્પર્ધકને 2 કરોડ રૂપિયાની લાલચ આપી હતી, જે મૌલિક અને અશ્લીલ રીતે પૃષ્ટિ કરવામાં આવી. આ પણ મોટા વિવાદમાં ફેરવાયું. આ વિવાદોએ સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે, જો કોઇ સેલિબ્રિટી સાવચેતીથી અને જવાબદારીથી પોતાના નિવેદનો અને ક્રિયાઓ કરે, તો તે વધુ સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત કરી શકે છે.
AICWAએ સહયોગ બંધ કરવાની કરી અપીલ
AICWA એ આગળ કહ્યું કે, ’અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ અને આવા ઘૃણાસ્પદ શોનું ક્યારેય સમર્થન નહીં કરીએ. અમારો ઉદ્યોગ (ફિલ્મ ઇન્ડસ્ટ્રી) હંમેશાથી આવા કોન્ટેન્ટની સામે વિરૂદ્ધ ઊભું રહ્યું છે, જે અનાદરને પ્રોત્સાહન આપે છે અને સામાજિક સદ્ભાવને કમજોર કરે છે. અમે તમામ એક્ટર, ફિલ્મ નિર્માતા, ડિરેક્ટર્સને આગ્રહ કરીએ છીએ કે, તેઓ આ કાર્યક્રમમાં સામેલ વ્યક્તિઓ જેમાં હોસ્ટ સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા સામેલ છે, તેમની સાથે તુરંત સહયોગ બંધ કરી દે. આ વ્યક્તિને ભારતીય ફિલ્મો ઇન્ડસ્ટ્રી દ્વારા કોઈ સમર્થન નહીં મળે’.
લોકોએ શૉ પર પ્રતિબંધની કરી માંગ
જેવો જ આ એપિસોડ લોકોએ સોશિયલ મીડિયા પર જોયો કે તુરંત લોકોએ પોતાના એકાઉન્ટ્સ પર રણવીર અલ્હાબાદિયા અને ઇન્ડિયા ગોટ લેટેન્ટ બંધ કરવાની માંગ કરી છે. આ સાથે જ રણવીરને અનસબ્સક્રાઇબ કરવાનું પણ શરુ કરી દીધું છે. નેટિઝન્સનું કહેવું છે કે, રણવીર અલ્હાબાદિયાને જે ખ્યાતિ મળી રહી છે, તે એના લાયક નથી. જોકે, સમય રૈના અને રણવીરે અત્યાર
સુધી આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી અને ન તો માફી માંગી છે.