મનપાની દબાણ હટાવ શાખાએ નડતરરૂપ બોર્ડ-બેનરો હટાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર રળિયામણું બનાવવા અને ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે દબાણ હટાવ શાખાએ છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેમ કે, રસ્તા પર નડતર 19 રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. તેમજ રૂ.1,02,000 વહીવટી ચાર્જ રેલનગર, ઢેબર રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો.